National

ટીમ ઓપનરે કપ્તાની છોડી, અચાનક જ નિવૃત્તિની જાહેરાત, એશિયા કપ પણ ગુમાવશે

ઢાકા
બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના આક્રમક ડાબોડી ઓપનર બેટ્‌સમેન સતત ઇજાને કારણે શુક્રવારે બાગ્લાદેશની વન-ડે ટીમનું સુકાનીપદ છોડવાનો ર્નિણય લીધો હતો અને આ સાથે તે આગામી એશિયા કપ પણ ગુમાવશે. એશિયા કપ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ આ વખતે પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાનારી છે અને ૩૦મી ઓગસ્ટે તેનો પ્રારંભ થશે જ્યારે ૧૭મી સપ્ટેમ્બરે તેની ફાઇનલ રમાશે. ૩૪ વર્ષીય તમિમ ઇકબાલે તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ દરમિયાન અચાનક જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી પરંતુ ત્યાર બાદ તે પરત ફર્યો હતો. હવે તે વર્લ્ડ કપની તૈયારીરૂપે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી સિરીઝથી પરત ફરવાની આશા રાખી રહ્યો છે. તમિમે જણાવ્યું હતું કે વન-ડે ટીમના કેપ્ટન તરીકે હું રાજીનામું આપી રહ્યો છું અને મને જ્યારે પણ રમવાની તક મળશે ત્યારે મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશ. હાલમાં હું ઇજાથી પરેશાન છું. આ માટે મે સારવાર લીધી હતી પરંતુ તે કામ લાગી ન હતી મેં હંમેશાં અન્ય તમામ બાબતો કરતાં ટીમને પ્રાધાન્ય આપ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કપ્તાની છોડી દેવી તે શક્ય તેટલો શ્રેષ્ઠ માર્ગ છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *