Delhi

એક કરોડ ડોલરના આંકડાને પાર કરી શકે છે ભારતીય ક્રિકેટ બોર્ડ, જાણો કેવી રીતે

નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં) માર્ચ ૨૦૨૮ સુધીમાં પાંચ વર્ષના ગાળામાં અલગથી ભારતની ૮૮ સ્થાનિક મેચોના ટીવી અને ડિજિટલ રાઈટ્‌સ વેચીને એક અબજ ડોલર (આશરે રૂ. ૮૨૦૦ કરોડ)ને પાર કરી શકે છે. નવા ગાળામાં ઓસ્ટ્રેલિયા સામે ૨૧ ઘરેલું મેચો (૫ ટેસ્ટ, ૬ વન-ડે અને ૧૦ ટી-૨૦) અને ઈંગ્લેન્ડ સામે ૧૮ મેચ (૧૦ ટેસ્ટ, ૩ વન-ડે અને ૫ ટી-૨૦) છે. ભારતે કુલ ૨૫ ટેસ્ટ, ૨૭ વનડે અને ૩૬ ટી-૨૦ રમવાની છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં (૨૦૧૮ થી ૨૦૨૩), બીસીસીઆઈને સ્ટાર ઈન્ડિયા પાસેથી ૯૪ કરોડ ૪૦ લાખ ડોલર (આશરે રૂ. ૬૧૩૮ કરોડ) મળ્યા છે, જેમાં મેચ દીઠ રૂ. ૬૦ કરોડ (ડિજિટલ અને ટીવી)નો સમાવેશ થાય છે. આ વખતે મ્ઝ્રઝ્રૈં ડિજિટલ અને ટીવી અધિકારો માટે અલગ-અલગ બિડ આમંત્રિત કરશે. ૈંઁન્ દરમિયાન તેણે મીડિયા અધિકારોથી ૪૮૩૯૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી જેમાં ડિજિટલ અધિકારો અને ટીવી અધિકારોનો સમાવેશ થાય છે. આઇપીએલની જેમ ઇ-ઓક્શન દ્વારા હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ બિઝનેસ સાથે જાેડાયેલા એક બ્રોડકાસ્ટરનું માનવું છે કે, ‘હવે કોઈ આંકડો જણાવવો મુશ્કેલ હશે પરંતુ ડોલર અને રૂપિયાનો રેશિયો પણ ગત વખતની સરખામણીમાં બદલાઈ ગયો છે. પરંતુ ડિજિટલ અધિકારો ટીવી અધિકારો કરતાં વધુ પૈસા મેળવી શકે છે. ભારતની સ્થાનિક મેચો માટે ડિઝની, સ્ટાર મુખ્ય દાવેદાર હશે અને જાે તે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી હરાજી પહેલા સોની સાથે મર્જ કરે તો ઝી બિડ કરી શકે છે. ત્રણ મહિના પછી વર્લ્ડ કપ યોજાવાનો છે અને જાે ભારત જીતશે નહીં તો જાહેરાતની આવકને અસર થશે. અન્ય બ્રોડકાસ્ટરે કહ્યું, ‘આ ચક્રમાં ૨૫ ઘરેલું ટેસ્ટ યોજાવાની છે. અગાઉના ચક્રને જાેતા પાંચમા દિવસ સુધી કેટલીક ટેસ્ટ ચાલી છે. મોટા ભાગની મેચ ત્રણ દિવસમાં પૂરી થઈ ગઇ છે. આ પણ એક પાસું છે.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *