Gujarat

બનાસકાંઠામાં વહેલી સવારે ભૂકંપના આંચકા

બનાસકાંઠા
વહેલી સવારે ગુજરાતના બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. આજે વહેલી સવારે બનાસકાંઠા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી અને લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે, અવારનવાર ગુજરાતના બે જિલ્લામાં સૌથી વધારે ભૂકંપની ઘટનાઓ બનતી હોય છે. આ બે જિલ્લાઓમાં સૌથી પ્રમુખ છે કચ્છ અને બનાસકાંઠા જિલ્લો. આજે વહેલી સવારે રાજ્યના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલાં જિલ્લા બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે ૪ઃ૩૬ કલાકે ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૬ નોંધાઈ હતી. રાજસ્થાનના ઝાલોર નજીક ભૂકંપનું કેન્દ્રબિંદૂ હોવાનું પણ જાણવા મળ્યું છે. જાેકે, હાલ આ ભૂકંપના આંચકાને પગલે કોઈ જાનમાલની નુકસાનીના સમાચાર સામે આવ્યાં નથી. એ વાત રાહતની છેકે, આ આંચકાની તીવ્રતાને લીધી કોઈ મોટી હોનારત સર્જાઈ નથી. આજે વહેલી સવારે ૪ઃ૩૬ કલાકે બનાસકાંઠાની ધરતી ધણધણી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદૂ રાજસ્થાનના ઝાલોર નજીક નોંધાયું છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે.

Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *