Gujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ ડોન બોસ્કો શાળા ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત શોર્યગીત તેમજ ડાયલોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે છોટાઉદેપુર નગરમાં આવેલ ડોન બોસ્કો શાળા ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત શોર્યગીત તેમજ ડાયલોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
 આ સ્પર્ધામાં શાળાની ચાર ટુંકડીઓએ તેઓના શોર્યગીત તેમજ દેશભક્તિના ડાયલોગ રજુ કર્યા હતા.. આ સ્પર્ધામા નિર્ણાયકોની ભૂમિકા સુશીલાબેન, શૈલેશ દરજી તેમજ જાગૃતિબેન નિભાવી હતી. તેમજ શાળાનાં મેનેજર તેમજ સંસ્થાના વડા ફાધર જ્યોર્જ કાર્લોસ ના જન્મ દિવસની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમા ડોન બોસ્કો ઈંગ્લીશ મીડિયમ ના બાળકોએ તેમજ ગુજરાતી મીડિયમ ના બાળકો એ તેમના ડાન્સ રજૂ કારી ફાધર જ્યોર્જ કાર્લોસ ના જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના આચાર્ય ડાભી એ તેમજ સુપરવાઇસર દરજી એ વિદ્યાર્થીઓનો આભાર વ્યકત કર્યો હતો..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230812-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *