અધિક પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી ગુજરાતમાં નશીલા પદાર્થની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા એન.ડી.પી.એસ. એકટ હેઠળની કામગીરી કરવા બાબતે આઈ.જી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શન અનુસંધાને જે.પી.મેવાડા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે,છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકાના વાલપુરા નિશાળ ફળીયામા રહેતા સંદિપભાઈ મહેશભાઈ ભીલ નાઓએ પોતાનાં કબજા ભોગવટાના ઘરની પાછળ વાડામા શંકાસ્પદ વનસ્પતિ જન્ય માદક પદાર્થના છોડ ઉગાડી તથા સુકા ગાંજાનું છુટક વેચાણ કરી નસવાડી તાલુકાના યુવાધનને નશાના રવાડે ચડાવી તેઓના જીવનને બરબાદ કરવાનું ક્રૂત્ય કરી રહેલ હોય તેવી હકીકત મળતા પોલીસ અધિક્ષક આઈ.જી શેખ નાઓને ઉપરોકત હકીકતથી વાકેફ કરતા તેઓ સુચના કરેલ કે, ઉપરોકત વ્યક્તિ ઉપર સફળ રેઇડ કરી આરોપીને પકડી પાડી સખત નશીયત થાય તેવા કડક પગલા લેવા અંગે સમજ કરેલ અને છોટાઉદેપુર જીલ્લામા કોઇ પણ જગ્યાએ આવી ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોય તો તેઓ વિરૂધ્ધમા પણ સખત કાર્યવાહી કરવી તેમજ છોટાઉદેપુર જીલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડર વિસ્તારમાં આવેલ અંતરીયાળ ગામોમા ખાનગી રાહે સર્ચ ઓપરેશન કરી અન્ય કોઈપણ જગ્યાએ લીલા ગાંજાનુ વાવેતર કરેલ હોય તો તેમજ મધ્યપ્રદેશ રાજ્યમાંથી ગાંજાનુ પરીવહન થતુ હોય તો તેઓ ઉપર વોચ રાખી ગાંજાનુ વાવેતર તેમજ પરીવહન અટકાવવા સખત પગલા લેવા તે અંગેની સુચના કરેલ હોય અને ઉપરોકત મળેલ માહીતીવાળી જગ્યાએ રેઇડ કરવા સંબંધે આપેલ જરૂરી સુચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.કામળીયા સાયબર સેલ છોટાઉદેપુર નાઓને સાથે રાખી એસ.ઓ.જી સ્ટાફના પોલીસનાં માણસો તથા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સાહેબ શ્રી નસવાડી, સરકારી પંચો, એફ.એસ.એલ. અધિકારી, તેમજ અલગ અલગ એજન્સીઓના કર્મચારીઓ તથા માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ ખરાઇ કરી રેઇડ કરી અને ઉપરોકત મળેલ સુચના આધારે બાતમી હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતા બાતમી હકીકતવાળો ઈસમ સંદિપભાઈ મહેશભાઈ ભીલ રહે.વાલપુરા નિશાળ ફળીયા તા.નસવાડી જી.છોટાઉદેપુરનાંનો હાજર મળી આવતા તેમના રહેણાંક મકાનમા તેમજ મકાનની પાછળ આવેલ વાડામાં ઝડતી તપાસ કરતા લીલા ગાંજાના છોડ નંગ-૩ તથા સુકો ગાંજો મળી કુલ વજન ૦.૭૧૫ કી.ગ્રામ જેની કી.રૂ ૭૧૫૦/- નો મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીને સખત નશીયત થાય તેવી કાર્યવાહી કરી આરોપી વિરૂધ્ધમા પો.સ.ઇ શ્રી જે.પી.મેવાડા એસ.ઓ.જી છોટાઉદેપુર નાઓને નસવાડી પો.સ્ટે ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (1985) મુજબની ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની તપાસ બોડેલી સર્ક્સ પો.ઇન્સ. એસ.બી.વસાવા કરી રહેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


