Gujarat

તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા મહિલાઓને સોમનાથ તીર્થ નો પ્રવાસ કરાવેલ

*તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા મહિલાઓને સોમનાથ તીર્થ નો પ્રવાસ કરાવેલ*

તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ કુંભારવાડા ધોરાજી દ્વારા પુરુષોત્તમ માસ (શ્રાવણ માસનો અધિક માસ) ચાલી રહેલ હોય તેના અનુસંધાને કુંભારવાડા વિસ્તારમાં ચાલતા સત્સંગ મંડળો તેમજ મહિલા મંડળોની મહિલાઓને સોમનાથ તીર્થ દર્શને તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા તારીખ ૧૩-૮-૨૦૨૩ ને રવિવારના રોજ આશરે ૩૦૦ થી પણ વધારે મહિલાઓને છ જેટલી બસ લઈ ને સોમનાથ તીર્થ ના દર્શન કરાવે અને સોમનાથ મંદિરની બાજુમાં આવેલ અદ્વૈત મહાદેવના મંદિરે વન ભોજન પણ કરાવેલ. જેમાં તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ બાલધા, દિનેશભાઈ ઠુંમર, એ વી બાલધા, ચેતનભાઇ બાલધા, સંજયભાઈ જાગાણી, જેન્તીભાઈ બાલધા, પિયુષભાઈ વેકરીયા, અમૃતભાઈ કાછડીયા, મિલનભાઈ, તૃપેસભાઈ, પ્રફુલભાઈ, વિરેન્દ્રભાઈ, અંકિતભાઈ, જસ્મીનભાઈ, પિયુષભાઈ, બાબુભાઈ વેકરીયા, વિકાસભાઈ, જયેશભાઈ, રાજભાઈ, મિતભાઈ, રાકેશભાઈ કાછડીયા વિગેરે કાર્યકર્તાઓએ મહિલાઓની સાથે રહીને સોમનાથ તીર્થની યાત્રા કરાવેલ અને તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓએ પુણ્યનુ ભાથું બાંધેલ.

IMG_20230816_111029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *