Gujarat

જુનાગઢ દામોદર કુન્ડ* ખાતે સ્નાન ના કાયૅક્રમ નું આયોજન કરવામાં આવેલ

*શ્યામ મહિલા મંડળ* જૂનાગઢ
*અધિક માસ નિમિત્તે* *સત્સંગ અને સ્નાન*
અધિક માસ નિમિત્તે ગરવા ગિરનારની ગોદમાં આજરોજ પ્રમુખ *શ્રીમતી* *મીનાબેન* *ગોહેલ* ની રાહબરી નીચે *શ્યામ મહિલા મંડળ* દ્વારા *વનભોજન* અને *દામોદર કુન્ડ* ખાતે સ્નાન ના કાયૅક્રમ નું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં બહેનો જોડાયેલા. સૌ પ્રથમ *નારણધરો* ખાતે એકત્રિત થયેલ અને *ગોરમા નું પૂજન* કરેલ અને ત્યાર બાદ ગરવા ગિરનારની ગોદમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર બાજુમાજ *શ્રી જડેશ્વર* *મહાદેવ* મંદિર ના પટાંગણ મા ઘટાદાર વૃક્ષો આવેલ છે, જયાં આગળ બઘા ભેગા મળીને ધુન, કીતૅન, અને સત્સંગ સાથે વિવિધ ત્રણ પ્રકારની રમત રમી ત્યારબાદ આબુડું જાંબુડુ ના તાલે રાસ ગરબા ની રમઝટ બોલાવી ભરપૂર આણંદ માણેલ અને બપોર ના 2-00 કલાકે સૌ એ પોતાના લાવેલા ટીફીન માથી એકબીજાને વહેંચી વન ભોજન નો આનંદ માણેલ અને મહિલા મંડળ વતી ચુરમા ના લાડુ પીરસવામાં આવેલ અને ભરપેટ ભોજન નો આનંદ માણેલ. ત્યાર બાદ દામોદર કુન્ડ ખાતે નહાવા નું આયોજન કરવામાં આવેલ, લગભગ અડધા કલાક સુધી નાહયા બાદ સૌ બહેનો પિતૃઓને જલ અર્પણ કરી ખૂબ જ ઉત્સાહભેર આનંદ માણી સાથે સાથે પુણ્યનું ભાથુ બાંધી ઘેર જાતિ વખતે બહેનો ગાતી હતી કે *કાન રસીયો રૂપાળો* *રંગરેલીયો* *ઘેર જાવું ગમતું નથી*

પ્રમુખ શ્રીમતી મીનાબેન ધીરુભાઈ ગોહેલ
મંત્રીશ્રીમતિ અરુણાબેન ભાલીયા
કન્વિનર શ્રી કિશોરભાઈ ચોટલીયા
9426555756

IMG-20230816-WA0085.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *