કરંજપારડી: તા.૧૮ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં બાળમેળાનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,સુરત પ્રેરિત આ બાળમેળા અંતર્ગત દરેક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ નાં બાળકો માટે ચીટકકામ, કાગળકામ, છાપકામ, કાતરકામ, માટીકામ, ચિત્રકામ, રંગપૂરણી જેવી વિશિષ્ટ પ્રવૃતિઓ યોજવામાં આવી હતી. કેન્દ્રની પ્રત્યેક શાળાઓમાં મુખ્યશિક્ષકોની આગવી સૂઝબૂઝથી યોજાયેલ આ બાળમેળામાં બાળકોએ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. માર્ગદર્શક શિક્ષકોની મદદથી બાળકોએ રચનાત્મક પ્રવૃતિઓ હાથ ધરી નવો જ અનુભવ પ્રાપ્ત કર્યો હતો.
કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા કેન્દ્રાચાર્યા શ્રીમતી જાગૃતિ પટેલે બાળમેળાનાં આયોજન સંદર્ભે જણાવ્યું હતું કે આવી સહઅભ્યાસિક આનંદદાયી પ્રવૃત્તિઓ ઘ્વારા બાળકો અપેક્ષિત જ્ઞાનને ત્વરિત ગ્રહણ કરશે. જે થકી અભ્યાસક્રમ, પાઠ્યક્રમ અને સર્વાંગી વિકાસની અપેક્ષાઓ આપોઆપ સાકાર થશે. તેમણે કેન્દ્રનાં શિક્ષકોને શાળા વિકાસની શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતાં.કલસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં બાળમેળા યોજાયા
કરંજપારડી: તા.૧૮ ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં બાળમેળાનું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,સુરત પ્રેરિત આ બાળમેળા અંતર્ગત દરેક શાળાઓમાં ધોરણ ૧ થી ૫ નાં બાળકો માટે ચીટકકામ, કાગળકામ, છાપકામ, કાતરકામ, માટીકામ, ચિત્રકામ, રંગપૂરણી જેવી વિશિષ્ટ પ્રવૃતિઓ યોજવામાં આવી હતી. કેન્દ્રની પ્રત્યેક શાળાઓમાં મુખ્યશિક્ષકોની આગવી સૂઝબૂઝથી યોજાયેલ આ બાળમેળામાં બાળકોએ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. માર્ગદર્શક શિક્ષકોની મદદથી બાળકોએ રચનાત્મક પ્રવૃતિઓ હાથ ધરી નવો જ અનુભવ પ્રાપ્ત કર્યો હતો.
કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા કેન્દ્રાચાર્યા શ્રીમતી જાગૃતિ પટેલે બાળમેળાનાં આયોજન સંદર્ભે જણાવ્યું હતું કે આવી સહઅભ્યાસિક આનંદદાયી પ્રવૃત્તિઓ ઘ્વારા બાળકો અપેક્ષિત જ્ઞાનને ત્વરિત ગ્રહણ કરશે. જે થકી અભ્યાસક્રમ, પાઠ્યક્રમ અને સર્વાંગી વિકાસની અપેક્ષાઓ આપોઆપ સાકાર થશે. તેમણે કેન્દ્રનાં શિક્ષકોને શાળા વિકાસની શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતાં.