છોટાઉદેપુર અલીરાજપુર હાઇવે ઉપર હાઇવે રોબરીની ઘટના બની છે મોડી રાત્રે મધ્યપ્રદેશ થી પરત ફરતા સમયે xuv કાર ચાલકનો પીછો કરી બોલેરો સવાર ચાર શખ્સોએ ચીસાડીયા ગામ નજીક ભોગ બનનારની કારને આંતરી પોતે પોલીસ હોવાનું જણાવી ચાર લાખ રોકડા અને મોબાઈલ ફોન લુંટ ચલાવી ફરાર થઈ જતાં પંથકમાં સનસની મચી છે. મૂળ મહુધા તાલુકાના વતની એવા શમસાદ પઠાણ તમાકુનો વેપાર કરે છે, વેપાર અર્થે મધ્યપ્રદેશ ગયેલા શામસાદ પઠાણ પરત ફરતા સમયે ઘટના બની હતી. જે અંગે રંગપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે બોલેરો કાર સાથે ચાર શકમંદો ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


