છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ નજીક બેઠેલી અસ્થિર મગજની એક મહિલાને બેઠેલી જોઈને એક સેવાભાવી વ્યક્તિએ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માગતા , 181 અભયમ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર ઘટના જાણી તો એવું જણાય આવ્યું કે પીડિત મહિલાના માતા ને એક દિવસ પેલા છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ માં એડમીટ કરેલા હતા , જેની જાણ પીડિત મહિલા ને થતા તે પોતાના ગામ કાનાવાટ થી એકલા ચાલતા ચાલતા છોટાઉદેપુર આવી ગયેલ હતા જેની જાણ તેના પરિવાર ને ના હતી, 181 મહિલા હેલ્પલાઇન ટીમ ઘટના સ્થળે પીડિત મહિલા ને કાઉન્સિલર કરતા તે ઘરે જવું નથી મારે પાવાગઢ જવું છે એવું વારંવાર જણાવતાં હતા જેથી 181 મહિલા હેલપલાઇન ટીમે લાગણી અને પ્રેમ ભાવ થી સમજાવતા તે મહિલા ઘરે જવા માટે રાજી થઈ ગયેલ હોય ,181 ટીમે પીડિત મહિલાને પોતાના પરિવાર સાથે પુનઃ મિલન કરાવી, તેમના પરિવારના સભ્યોને પિડીત મહિલા ને સારી રીતે સંભાળ રાખવા બાબતનું કાઉન્સિલર કરીને સલાહ સૂચન તેમજ યોગ્ય માર્ગદર્શન આપેલ .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
