ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીન ક્લીન ગુજરાતની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમા સંચાલિત શહેરી પરિવહન સેવાની ઝ્રદ્ગય્ અને ઇ-બસો માટે આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવાનો ર્નિણય કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ગ્રોથ માટે પર્યાવરણ પ્રિય ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ અને બિન પરંપરાગત ઊર્જાના ઉપયોગને વેગ આપવા આહવાન કરેલું છે. ગુજરાતે વડાપ્રધાન મોદીના આહવાનને ઝિલી લઈને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત હાલ ૩ મહાનગરપાલિકાઓ અને ‘અ’ વર્ગની ૧૦ નગરપાલિકાઓના ૧૦૬૮ ઝ્રદ્ગય્ અને ૩૮૨ ઇ-બસ શહેરી પરિવહન સેવામાં કાર્યરત કરેલી છે.
મુખ્યમંત્રી ભૂપેન્?દ્ર પટેલે આ બસ સેવાઓ માટે જે તે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ઁઁઁ ધોરણે પરિવહન સેવાઓના સંચાલન અનુદાન પેટે આપવામાં આવતી રકમમાં વધારો કરવાનો અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ ર્નિણય અનુસાર, મહાનગરપાલિકાઓને ઝ્રદ્ગય્ બસના સંચાલન અન્વયે અગાઉ કિલોમીટર દીઠ અપાતા રૂ. ૧૨.૫૦ નાં સ્થાને હવે રૂ. ૧૮ આપવામાં આવશે. તેમજ વાયેબિલિટી ગેપ ફંડિંગ-ઘટ ના અગાઉ મહત્તમ ૫૦ ટકા મળતા હતા તેમાં ૧૦ ટકાનો વધારો કરીને હવે ૬૦ ટકા આપવામાં આવશે.
આ ઉપરાંત જે ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં હાલ ઝ્રદ્ગય્ બસ સેવાનું શહેરી પરિવહન સેવામાં ઁઁઁ ધોરણે સંચાલન થાય છે તેવી નગરપાલિકાઓને કિલોમીટર દીઠ રૂ. ૨૨ અનુદાન પેટે અપાશે તેમજ ફય્હ્લ ઘટ ના વધુમાં વધુ ૫૦ ટકા મળતા હતા તે વધારીને ૭૫ ટકા પ્રમાણે અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇલેક્ટ્રીક વાહનોનો પણ શહેરી પરિવહન સેવામાં વ્યાપ વધે તેવા આશયથી જે મહાનગરપાલિકાઓમાં ઇ-બસ સેવાઓ ઁઁઁ ધોરણે હાલ કાર્યરત છે ત્યાં કિલોમીટર દીઠ રૂ. ૨૫ નાં સ્થાને હવે રૂ. ૩૦ અનુદાન આપવાનો ર્નિણય પણ કર્યો છે. એટલું જ નહીં, આવી ઇ-બસ સેવાઓના સંચાલનમાં ઘટ ની જે રકમ અગાઉ ૫૦ ટકા આપવામાં આવતી હતી તે હવે વધુમાં વધુ ૬૦ ટકા મળશે.
રાજ્યમાં ‘અ’ વર્ગની નગરપાલિકાઓમાં ઇ-બસની શહેરી પરિવહન સેવાઓ માટે પહેલીવાર કિલોમીટર દીઠ રૂ. ૪૦ અને ઘટ ની રકમના વધુમાં વધુ ૭૫ ટકા અનુદાન આપવાનો જનહિતકારી ર્નિણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત કૂલ ૨,૮૬૪ બસની કરેલી જાેગવાઈઓ સામે ૬૬૨ ઇ-બસ અને ૧૦૯૭ ઝ્રદ્ગય્ એમ કુલ ૧૭૫૯ બસોને મંજૂરી આપવામાં આવેલી છે. આવી મંજૂર થયેલ બસ સેવા પૈકી ૩૮૨ ઇ-બસ અને ૧૦૬૮ ઝ્રદ્ગય્ બસ હાલ કાર્યરત છે.


