જૂનાગઢ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકા વિસ્તાર ઉપરકોટ, ઇન્દ્રેશ્વર મહાદેવ, વાઘેશ્વરી માતાજીના મંદિરે વિકાસ, મોટી ધણેજ આશ્રમ વિકાસ તેમજ ગિરનારની સીડી ઉપર વરસાદ તડકાથી રાહત મળે તે માટે પતરાના શેડ બનાવવા સહિત વર્ષ ૨૦૧૫- ૧૬ થી વર્ષ ૨૦૧૭- ૧૮ ના અગાઉના કામો અંગે તેમજ અન્ય કામોના વિકાસ કામો અંગે સંબંધિત અમલીકરણ એજન્સી, કચેરી પાસેથી વિગતો મંગાવી કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં સંબંધીત નોડલ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
