મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના છીપડી ગામના વતની દિનેશકુમાર ઝાલા કે જેઓ કપડવંજ ડેપોમાં કંડકટર બેજ નંબર 1906 હાલ ફરજ બજાવે છે આ કંડક્ટરને લોકો જય અંબે ના હુલામણા નામથી ઓળખે છે તેઓની ફરજ દરમ્યાન હાલમાં એસટી બસમાંથી રોકડ રકમ તથા અગત્યના દસ્તાવેજો મળી આવે આ રકમ અને દસ્તાવેજ તેના મૂળ માલિકને પરત કરવાના કાર્યની કદરરૂપે પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યો છે આમ કંડકટર દ્વારા થયેલ પ્રશંશનીય એક કામગીરી બદલ સંસ્થા તથા છીપડી ગામના સૌ નગરજનો દ્વારા અભિનંદન આપવામાં આવે છે તેઓનું આ ગૌરવપૂર્ણ કાર્ય દ્વારા તેઓએ છીપડી ગામનું ગૌરવ વધારેલ છે


