ઊનાના સનખડા ગામમાં કન્યા શાળા નજીક ખત્રીવાડા રોડ પર આવેલ વિજ ટ્રાન્સફોર્મના પોલ પર ગાંડી વેલએ આખાય પોલને ધેરી લેતા જાણે દિવાળીના તહેવારોમાં વિજપોલને તોરણથી શણગાર કરેલ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તેમજ પોલ નીચે ચાલુ વિજપાવર સપ્લાઇની પેટી પણ ખુલ્લી જોવા મળી રહી છે. ત્યારે પીજીવીસીએલની બેદરકારી સામે અનેક સવાલો ઉઠવા પામેલ છે. આ પોલ પર વિજશોર્ટ સક્રિટનો ભય રહેતો હોય અને મોટી દુર્ધટના સર્જાય તે પહેલા પીજીવીસીએલ દ્વારા આ ગાંડી વેલના ઝાડને દૂર કરવા અને ખુલ્લી પેટીને બંધ કરવા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગામ લોકોની માંગણી ઉઠવા પામેલ છે.


