તારીખ ૨૩-૮-૨૦૨૩ ના રોજ સાંજે આશરે છ કલાકે ભારતનું ચંદ્રયાન-3 સફળતાપૂર્વ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ થતાં તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજીના કાર્યકર્તાઓ દ્વારા સાંજે આકાશી ફટાકડા ફોડીને આતસબાજી દ્વારા ધામધૂમ પૂર્વક ઉજવણી કરેલ અને આ સફળ કાર્યમાં ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન આપેલ અને આવનારા દિવસોમાં પણ વૈજ્ઞાનિકો દ્વારા તમામ ક્ષેત્રે સફળતા મળે તે માટે વૈજ્ઞાનિકોને તેમજ ભારત સરકાર ના સફળ નેતૃત્વને શુભેચ્છા આપેલ અને આ ઉજવણીમાં તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી રાજુભાઈ બાલધા, દિનેશભાઈ ઠુંમર, ચેતનભાઈ બાલધા, જયંતિભાઈ બાલધા, સંજય જાગાણી, મિલન બાલધા, પિયુષ વેકરીયા, સમીરભાઈ, જયેશભાઈ, વિરેન્દ્રભાઈ, મહેશભાઈ, પ્રદીપભાઈ સોજીત્રા રાજભાઈ, મનોજભાઈ રામોલિયા સહિત નાના મોટા તમામ કાર્યકર્તાઓએ આ ઉજવણીમાં ભાગ લીધો અને તમામ વૈજ્ઞાનિકોને તેમજ કેન્દ્ર સરકારને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવેલ

