Gujarat

જામનગર ભાજપ શહેર / જિલ્લા દ્વારા મતદાતા ચેતના મહાભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

 

*જામનગર ભાજપ શહેર / જિલ્લા દ્વારા મતદાતા ચેતના મહાભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ*

જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે લોકતંત્રને મજબૂત કરવા નવા યુવા મતદારોને મતદાર યાદીમાં મતદાન માટેનો અધિકારથી વંચિત ન રહે તે માટે જાગૃતિ મતદાતા ચેતના અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.

આ મતદાતા ચેતના અભિયાનના આયોજન પૂર્વે ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા ઉપરાંત ભાજપના જિલ્લા અને શહેરના મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, દિલીપભાઈ ભોજાણી, અભિષેક પટવા, ડૉ વિનોદ ભંડેરી સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદમાં આ અભિયાન માટે માહિતી આપવામાં આવી હતી. આ તબક્કે જામનગર જિલ્લા ભાજપ મીડિયા કનવિંનર નરેન્દ્રસિંહ પરમાર, શહેર મીડિયા કનવિંનર ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહેલ.

આગામી 25 અને 26 ચૂંટાયેલા પ્રતિનધિઓ અને સંગઠનના લોકો મતદાર યાદીમાં નોંધણી અને સુધારા માટે કાળજી પૂર્વક મતદાર જન જાગૃતિ અભિયાન એટલે કે , મતદાતા ચેતના અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

IMG-20230824-WA0094.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *