કેશોદ તાલુકાના મેસવાણ ગામે રહેતા ૬૫ વર્ષના કારાભાઇ ડાયાભાઇ ભંભાણા તા.૧૮/૦૭/૨૦૨૩ને ૧૨ વાગ્યા પછી કેશોદ એસ.ટી.બસ સ્ટેન્ડથી ગુમ થયા છે. તેમની ઉંચાઇ ૫.૯ ફુટ, બાધો મધ્યમ અને રંગ શ્યામ છે. તેમના ડાબા હાથમાં સળિયા હતા અને એક હાથમાં ક્રિષ્ના ભગવાનનનું ચીત્ર ત્રોફાવેલ છે. ગુમ થયા ત્યારે સફેદ શર્ટ પહેર્યો છે. તેઓ ગુજરાતી ભાષા જાણે છે. કારાભાઇની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા કેશોદ પોલીસે જણાવ્યું છે.
