Gujarat

બોડેલી ભાજપા મહિલા મોરચાએ પોલીસ સ્ટેશનના સ્ટાફને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી 

ગુજરાત પ્રદેશ મહિલા મોરચાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાજપાની મહિલા કાર્યકર્તાઓ ઘ્વારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ભાઈઓ કે જે પોતાના વતનથી જોજન દૂર રહીને રાત દિવસ પ્રજાજનોની સેવામાં કાર્યરત રહેવાથી ભાઈ બહેનના પવિત્ર તહેવારને મનાવી શકતા નથી.તે અંતર્ગત બોડેલી તાલુકા ભાજપાની મહિલા કાર્યકર્તાઓએ  બોડેલી પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસએન બારીયા,એએસઆઇ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનનો તહેવાર મનાવી જેમાં પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય ઉષાબેન પટેલ,જિલ્લા મહિલા મોરચા મંત્રી ખ્યાતિબેન પંચોલી,બોડેલી મહિલા મોરચા પ્રમુખ કામિનીબેન પટેલ,સરપંચ જાગૃતિબેન ઠાકોર,દિવ્યાબેન પટેલ,રમીલાબેન બારીયા સહીત મહિલા મોરચાની કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230825-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *