Gujarat

ધોળાવીરાને વર્લ્ડ એટલાસ અજાયબીઓમાં સ્થાન મળ્યુ

કચ્છ
દેશભરની જેમ જ ગુજરાતમાં પણ ઘણા સ્થળોને વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાં જ ભૂગોળની માહિતી આપતી જાણીતી વેબસાઈટ વર્લ્ડ એટલાસે તાજેતરમાં જ અજાયબીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ધોળાવીરાને વર્લ્ડ એટલાસ અજાયબીઓમાં સ્થાન મળ્યુ છે. આ યાદીમાં વિશ્વભરની અજાયબીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્થળોમાં માત્ર ૮ કરતા પણ ઓછા સ્થળોને આ યાદીમાં સમાવેશ કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતનું ધોળાવીરા સહિત વિશ્વના અન્ય હેરિટેજ સ્થળોનો સમાવેશ થાય છે. જેમાં પાકિસ્તાનું મોહેંજાે-દરો, ચીનની જાણીતી દિવાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રીસમાં આવેલુ ડાયોનિસસનું થિયેટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ મેક્સિકોમાં આવેલુ ઓલ્મેક કોલોસલ હેડ્‌સનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડમાં આવેલુ સ્ટોનહેંજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ધોળાવીરા સિવાય પણ અન્ય હેરિટેજ સ્થળો આવેલા છે. આ સ્થળોમાં અમદાવાદ શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે પાટણમાં આવેલી રાણકી વાવને પણ હેરિટેજ સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાંપાનેર અને પાવાગઢને પણ હેરિટેજ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાટણમાં આવેલી રાણકી વાવને ૨૦૧૪માં ેંદ્ગઈજીર્ઝ્રંની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. રાજ્યના પાટણમાં આવેલું આ પ્રખ્યાત વાવ રાણકી વાવ તરીકે જાણીતી છે. પાટણની રાણકી વાવ ૧૦૬૩ છડ્ઢ માં સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી.ગુજરાતના અમદાવાદ શહેરને ૨૦૧૭માં ેંદ્ગઈજીર્ઝ્રંની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. અમદાવાદની પોળોમાં નકશીદાર લાકડા પર કંડારવામાં આવેલી વાસ્તુકળા ઉપરાંત વર્ષોથી ઇસ્લામિક, હિંદુ અને જૈન સમુદાયોનું એક ધર્મનિરપેક્ષ સહઅસ્તિત્વ ધરાવતા અમદાવાદને હેરિટેજ સાઈટમાં સ્થળ મળ્યુ છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *