Gujarat

ઉનાના સામતેર ગામમાં રાત્રીના બજારોમાં બચ્ચા સાથે સિંહ પરિવારના આંટાફેરા…કાણકબરડા ગામની આંબાવાડીમાં દીપડાએ વાછડીનું મારણ કરતા ખેડૂતો લોકોમાં ભય..

વન્યપ્રાણીઓને ગામના પાદરમાં આવવું સામાન્ય બની ગયુ હોય અને છેલ્લાં ઘણા સમય થી આ વન્ય પ્રાણી ઓએ પોતાનું રહેણાંક બનાવી લીધું હોય તેમ ઉનાના સામતેર ગામની બજારોમા બચ્ચાં સાથે ચાર સિંહ પરીવાર શિકારની શોધમાં આવ્યાં હોય તેમ ગામમાં આંટાફેરા કરતા જોવા મળી રહ્યા છે.
ગઇ કાલે પણ વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ નજીક આવેલ સુલતાનપુર ગામ રસ્તા પર બે સિંહબાળ સાથે સિંહણ રસ્તો ક્રોસ કરી સીમ વાડી વિસ્તારમાં જતા રહ્યા હતા. તો બીજી તરફ કાણકબરડા ગામે દીપડાએ ગામની બાજુમાં આવેલ આંબાવાડીમાં વાછડીનું મારણ કરી મિજબાની માણી હતી. આમ વન્યપ્રાણી સિંહ-દીપડા ગામમાં ઘુસી જતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયુ હતું.
સામતેર ગામની બજારમાં મોડી રાત્રીના સમયે સિંહ પરીવાર બચ્ચાં સાથે ઘુસી આવતા શ્વાસ તેમજ પશુઓમાં અફડા તડફી મચી ગયેલ હતી. ત્યારે સિંહ બચ્ચા સાથે ગામની અલગ અલગ ગલીઓમાં આંટાફેરા કરતા હોવાની સમગ્ર ઘટના સ્થાનિક લોકોએ મોબાઇલમાં કેદ કરી હતી. જોકે આ સિંહ પરીવાર ગામમાં આંટાફેરા કર્યા બાદ નજીકની સીમ વાડી વિસ્તારમાં જતા રહ્યા હતા.
તેમજ નજીક આવેલ કાણકબરડા ગામે ગંભીરસિંહ રાઠોડની આંબાવાડીમાં દીપડો આવી ચઢ્યો હતો. અને વાડીમાં દીપડા એ વાછડી પર હુમલો કરી મારણ કર્યું હતું. બાદમાં મિજબાની માણી હોય આમ એક રાતમાં નજીકમાં આવેલ અલગ અલગ ગામમાં સિંહ અને દીપડાના ધામાથી લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.

IMG-20230827-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *