વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૩માં સામાન્યમાં સામાન્ય માનવીની રજૂઆત તથા
ફરિયાદનું ન્યાયી અને સમયસર નિવારણ થાય તે માટે દરેક જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
અમલમાં મુકેલ. જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની
ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવુ ન પડે તે માટે જિલ્લા કક્ષાએ "જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ" નું દર
માસના ચોથા ગુરૂવારે આયોજન કરવામાં આવે છે જેમા કલેક્ટરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ નગરિકોના પ્રશ્નો તથા
રજૂઆતો સાંભળે છે અને તેનુ ત્વરિત નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. જામનગર જિલ્લામાં આજ પ્રકારે ગત
તા.૨૪/૦૮/૨૦૨૩ ના રોજ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કલેકટર કચેરી, જામનગર ખાતે યોજવામાં આવેલ.
જેમાં કલેકટરશ્રી બી.એ. શાહે રૂબરૂ લોકોના પ્રશ્નો તેમજ રજૂઆતો સાંભળેલ અને આ સ્વાગત કાર્યક્રમમાં કુલ-૨૪ પ્રશ્નોનો
સમાવેશ કરવામાં આવેલ જેમાંથી ૨૧ પ્રશ્નો તેમજ રજૂઆતોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવેલ જ્યારે ૦૩ પ્રશ્નોનો
નકારાત્મક નિકાલ કરવામાં આવેલ. આમ પ્રજાજનોના પ્રશ્નો, રજૂઆતોના વાજબી નિરાકરણ માટે ટેક્નોલોજીના ઉપયોગથી
શરૂ થયેલો સ્વાગત ઓનલાઈન જનફરીયાદ નિવારણ કાર્યક્રમ સાચા અર્થમાં સામાન્ય માનવી માટે આશિર્વાદરૂપ સાબિત થઈ
રહ્યો છે.
