શ્રી વઘાસીયા પરિવાર સુરત ની યુવા ટીમ ની બહેનો એ દિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન ના તહેવાર ની ઉજવણી કરી. શ્રી વઘાસીયા પરિવાર સુરત અનેક સમાજિક કાર્યો કરતો આવેલ છે ,દર વર્ષે સ્નેહમિલન સમારોહ ઉપરાંત છેલ્લા ૭ વર્ષ થી બીઝનેસ એક્ઝીબીશન, બીઝનેસ સેમિનારો ઉપરાંત રમત ગમત ટુર્નામેન્ટ ના આયોજનો પણ કરે છે ત્યારે આ વર્ષે યુવા ટીમ દ્વારા દિવ્યાંગો ને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખેલ. આ અંગે વધુ માહિતી આપતા યુવા પ્રમુખ શ્રી નીતિન વઘાસીયા ( સાણથલી) એ જણાવેલ કે રક્ષાબંધન ના પવિત્ર દિવસે બહેનો ભાઈ ને રાખડી બાંધતી હોઈ છે એ એક પરંપરા છે પરંતુ સમાજ માં અનેક એવી વ્યક્તિઓ છે જેને સમાજ સ્વીકારતો નથી અથવા અવગણે છે તો એ માટે અમોએ આ વર્ષે દીવ્યાંગો ને રાખડી બાંધી તેમની સાથે થોડો સમય વિતાવી એમને સ્નેહ અને હુંફ આપવાનો નાનકડો પ્રયાસ કરેલ,એમાટે પરિવાર ના મહામંત્રી પરેશભાઈ વઘાસીયા (વંડા) ની આગેવાની હેઠળ ઓલપાડ તાલુકા ના માધર ગામ ખાતે આવેલ શ્રધ્ધા વેલ્ફેર અને એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માનશીક રીતે દિવ્યાંગ બાળકો ની સાર-સંભાળ રાખવામાં આવે છે તે ટ્રસ્ટ પર જઈને ૪૨ જેટલા બાળકો ને રાખડી બાંધી તેમને સ્ટેશનરી કીટ નું વિતરણ કરેલ અને પરિવાર ના ભાઈઓ અને બહેનો એ દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવેલ. આ કાર્યક્રમ નું આયોજન પરિવાર ના પ્રમુખ શ્રી ડો. જગદીશ વઘાસીયા અને મહામંત્રી શ્રી નીખીલ વઘાસીયા ( નાના મુંજીયાસર) ના સતત માર્ગ દર્શન હેઠળ અશ્વિન વઘાસીયા ( સાણથલી) અને અંકુર વઘાસીયા દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમ નું સૌજન્ય શ્રી યોગેશ વઘાસીયા ( સાણથલી) અને શ્રી હારિત વઘાસીયા ( પ્રેમપરા ) તરફ થી મળેલ . આ કાર્યક્રમમાં યુવાનોનો ઉત્સાહ વધારવા તેમજ પ્રેરણા પૂરી પાડવા માટે પરિવારના પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી કેશુભાઈ વઘાસિયા તેમજ અન્ય ટ્રસ્ટીશ્રી હરજીભાઈ વઘાસિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

