જામનગરમાં આગામી સમયમાં ગણેશ મહોત્સવને ધ્યાને લઈને તા. ૨૩/૦૯/ર૦ર૩.
ગણેશ મહોત્સવ નિમિતે જામનગર શહેરમાં ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ તથા સ્થાપના કરવામાં આવે છે. ગણેશજીની મૂર્તિ વિષયક જામનગર મનપા દ્વારા પ્રિન્સીપાલ ફોરેસ્ટ વિભાગની ગાઈડલાઈન અનુસાર ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરવું તે સહિતના નિયમો શહેરીજનો તેમજ મૂર્તિકારો અને મૂર્તિનું વેચાણ કરતા વિક્ર્તાઓ માટે ઘડવામાં આવ્યા છે, મૂર્તિઓનું વેચાણ તેમજ મૂર્તિનું સ્થાપન સંપૂર્ણપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ગાઇડલાઇન અનુસાર ઇકો ફ્રેન્ડલી કરવામાં આવે તેવી મનપા દ્વારા મૂર્તિકારોને પણ પ્લાસ્ટર ઓફ પેરેસ ની મૂર્તિ ન બનાવવા તેમજ તેનું વેચાણ ન કરવા માટેની ગાઈડલાઈન આપવામાં આવેલ છે, જેનું તમામ મૂર્તિકારો અને વિક્ર્તાઓએ પાલન કરવાનું રહેશે તેમ જામનગર મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે, સેક્રેટરીશ્રી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડીપાર્ટમેન્ટ, ગર્વમેન્ટ ઓફ ગુજરાત તા.૧ર/૦૭/ર૦૧૧ ના ડાયરેકશન મુજબ એન્વાયરમેન્ટ પ્રોટેકશન એકટ ૧૯૮૬ ના સેકશન-પ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમ Application No.102/2015 (wz) ના નિયમો હેઠળ તેમજ આ અંગે વખતો વખત બહાર પાડવામાં આવેલ ગાઈડ લાઈન / માર્ગદર્શિકા મુજબ આગામી ગણેશ મહોત્સવ અનુસંધાને શહેરમાં મૂર્તિઓનું નિર્માણ કરતા ધંધાર્થીઓ / આસામીઓએ નીચે મુજબની સુચનાઓનું ફરજીયાત પાલન કરવાનું રહે છે અને તે મુજબની અમલવારી કરવા જાણવું.
• મૂર્તિઓ બનાવવા માટે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય તેવી વિવિધ પ્રકારની પરંપરાગત માટી/ ગારાનો જ ઉપયોગ કરવાનો રહેશે.
• આ મૂર્તિઓના કલર કામમાં ઝેરી રસાયણયુકત (ટોકિસક) ન હોય અને વાતાવરણને પ્રદુષિત ન કરે તેમજ પાણી અને જમીનને નુકશાન કર્તા ન હોય (બાયો ડીગ્રેડેબલ) તેવા કલરનો જ ઉપયોગ કરવાનો રહેશે.
• મૂર્તિઓ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરીસ, પ્લાસ્ટિક કે થર્મોકોલનું મટીરીયલ્સ વાપરવું નહી.
• આ મૂર્તિઓના કલર કામ/શણગારમાં ટોકિસક અને નોન બાયો ડીગ્રેડેબલ કેમીકલ ડાઈનો ઉપયોગ કરવો નહી.
ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરતા પંડાલો / આયોજકો / મંડળો વિગેરેએ ઉપર મુજબના પ્રતિબંધિત પદાર્થોથી બનેલી મૂર્તિઓની ખરીદી ન કરવી તથા તેની સ્થાપના પણ ન કરવી. જેના કસુર કિસ્સાઓમાં આવી મૂર્તિઓ મહાનગરપાલિકા ધ્વારા જપ્ત કરી, નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની સ્પષ્ટ નોંધ લેવા સંબંધ કર્તાઓને જાણ કરવામાં આવે છે. તેમ
જામનગર મહાનગરપાલિકા ના કમિશ્નર શ્રી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

