Gujarat

દાહોદ નજીક મેમુ ટ્રેનનાં ફર્સ્ટ કલાસના ડબ્બામાં આગ લાગી

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દાહોદના જેકોટ ગામ ખાતે મેમુ ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ૦૯૩૫૦ નંબરની મેમુ ટ્રેન દાહોદથી આણંદ જતી હતી. જે દરમિયાન એન્જીન પાસે જાેડાયેલ ફર્સ્ટ કલાસના ડબ્બામાં આગ લાગી હતી. દાહોદથી મુસાફરો લઇને આણંદ જઇ રહેલી ટ્રેનનાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દાહોદ સહિત દેવગઢબારીઆ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. દાહોદના જેકોટ ગામ નજીક વહેલી સવારે ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા મુસાફરોમાં અફરા તફરી મચી ગઇ હતી. જાે કે સમય સૂચકતાથી તમામ મુસાફરોને ટ્રેનની નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. જેના કારણે મોટી જાનહાની ટળી છે. હાલ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને ઘટના કેવી રીતે બની તેની તપાસ કરી રહ્યા છે. તો બીજી તરફ દિલ્હીથી બોમ્બે રેલ માર્ગ સુરક્ષાના ભાગ રુપે બંધ કરાયો છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *