Gujarat

જામનગર દાઉદી વોહરા મોટી જમાત દ્વારા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનોસત્કાર સમારોહ યોજાયો

જામનગરના ધારાસભ્ય શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલનું ગુજરાત સરકારમાંકૃષિ, પશુપાલન તથા ગૌસંવર્ધન વિભાગમાં કેબિનેટ મંત્રી તરીકે નિમણુંક થતાદાઉદી વોહરા સમાજના ધર્મગુરૂ હિઝ હોલીનેસ ડો.સૈયદના મુફદુદ્દલ સૈફુદીન સાહેબ(તઉશ)તરફથી જામનગર દાઉદી વોહરા સમાજના પ્રમુખ મુસ્તાઅલી ભાઈ સાહેબના આમંત્રણને માન આપીને શ્રી રાઘવજીભાઈ પટેલનું જામનગર અંજુમન-એ-મોહમ્મદી ઓફિસ ખાતે આમિલસાહેબ મુસ્તાઅલી ભાઈ સાહેબેદ્વારા મંત્રીશ્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ તથા દાઉદી વહોરા સમાજના ધર્મગુરુહીઝ હોલીનેસ ડો.સૈયદનાં મુફદુદલ સૈફુદ્દીન સાહેબ (તઉશ) તરફથી શાલ ઓઢાડી સન્માન કરેલ અને દિવાળી પર્વ તથા નૂતન વર્ષના અભિનંદન પાઠવેલ. જામનગર જમાત તરફથી જોઈન્ટ સેક્રેટેરી મોહમ્મદભાઈ સોની PRO ટીમ મેમ્બર શેખ બદરૂદીનભાઈ મોદી તથા જમાત અને  PROટીમનાં અન્ય સભ્યો ઉપસ્થિત રહેલ.આ સત્કાર સમારંભનું ભવ્ય આયોજન અંજુમન-એ-મોહમ્મદી અને ઉમુર ખારીજીયાહ કમિટીના સભ્યોએ કરેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *