Delhi

રાફેલ સોદામાં ૬૫ કરોડની લાંચ અપાઈનો ધડાકો

નવી દિલ્હી
ભારતે ફ્રાન્સની કંપની પાસેથી ૩૬ રાફેલ વિમાનો ખરીદવા રુ. ૫૯૦૦૦ કરોડનો સોદો કર્યો હતો. શંકાસ્પદ સોદામાં લાંચ અપાઇ હતી કે નહીં તેની સ્વતંત્ર અને તટસ્થ તપાસ માટે એક ફ્રેન્ચ જજની પણ નિમણૂંક કરવામાં આવી હતી. જાે કે આ અંગે ભારતના સંરક્ષણ મંત્રાલય તરફથી કે દસોલ્ટ કંપની તરફથી હાલ કોઇ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. જે ખોટા બિલો દ્વારા દસોલ્ટ કંપનીએ ભારતીય દલાલને લાંચ આપી હતી તે બિલની નકલ પણ તે પ્રસિદ્ધ કરી રહ્યું છે. સોદો પાર પાડવા નકલી બિલો, ખોટા કોન્ટ્રાક્ટ અને કેટલીક ઓફશોર કંપનીઓની મદદ લેવામાં આવી હતી. ભારતની સીબીઆઇ અને ઇડી જેવી એજન્સીઓ છેક ૧૯૧૮થી આ લાંચ અંગે માહિતી ધરાવતી હતી. યાદ રહે કે આ અગાઉ પણ રાફેલ સોદામાં ખુબ મોટી લાંચ અપાઇ હોવાના ગંભીર આક્ષેપ થયા હતા પરંતુ ભારતના સંરક્ષણ મંત્રાલયે અને ફ્રાન્સની દસોલ્ટ કંપનીએ તે બાબતનો સતત ઇન્કાર કરતાં તમામ આક્ષેપોને આધારવિહિન ગણાવી ફગાવી દીધા હતા. તે ઉપરાંત ભારતની સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં તપાસ કરાવવાની દાદ માંગતી એક અરજીને એમ કહીને ફગાવી દીધી હતી કે આ કેસમાં તપાસ માટે કોઇ નક્કર આધાર નથી. દસ્તાવેજી પૂરાવા છે જે સ્પષ્ટ સંકેત કરે છે કે દસોલ્ટ અને તેની અન્ય એક સાથીદાર કંપની થેલ્સ એમ બંનેએ ભેગા મળીને ભારતીય વચેટિયા દલાલને સિક્રેટ કમિશન પેટે લાખો યુરોની લાંચ આપી હતી. દસોલ્ટે એવી સ્પષ્ટતા કરી હતી કે આ સોદો પાર પાડવા તેના દ્વારા કોઇ મીડલમેનને લાંચ કે કમિશન ચૂકવાયુ નથી અને કંપની દેશના લાંચ વિરોધી તમામ કાયદાઓનું સુપેરે પાલન કરે છે. સોદો પાર પાડવા કમિશન પેટે જે રકમ નક્કી થઇ હતી તેનો મોટો ભાગ તો ૨૦૧૩ની સાલ પહેલાં જ ચૂકવાઇ ગયો હતો. સુસેન ગુપ્તા સાથે સંકળાયેલા એક બેંક એકાઉન્ટની વિગતો અનુસાર ડી નામની એક કંપની (દસોલ્ટ માટે સાંકેતિક ભાષામાં ઉપયોગમાં લેવાતો શબ્દ)એ ૨૦૦૪ થી ૨૦૧૩ના સમયગાળા દરમ્યાન સિંગાપોરમાં કાર્યરત ઇન્ટરડયુ નામની એક શેલ કંપનીને ૧૪.૬ મિલિયન યુરો (રુ. ૧૨૫.૨૬ કરોડ)નુ પેમેન્ટ કર્યું હતું. વાસ્તવમાં ઇન્ટરડયુ એક સેલ કંપની હતી જે કોઇપણ જાતનો ભૌતિક વેપાર-ધંધો કરતી નહોતી સઅને ગુપ્તા પરિવાર સાથે સંકળાયેલી એક વ્યક્તિ તે કંપનીનું સંચાલન કરતી હતી.રાફેલ વિમાનોનું ઉત્પાદન કરનારી ફ્રેન્ચ કંપની દસોલ્ટે પોતાનો સોદો નક્કી કરવા માટે વચેટિયા દલાલ સુસેન ગુપ્તાને નકલી બિલોની મદદથી ૭૫ લાખ યુરો (રુ. ૬૫ કરોડ)ની લાંચ આપી હતી અને તે અંગેની જાણકારી ભારતની સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને પણ હતી પરંતુ તેઓએ ઇરાદાપૂર્વક આ ઘટના સામે આંખ મિંચામણા કર્યા હતા અને વચેટિયા દલાલ ગુપ્તા સામે કોઇ પગલાં લીધા નહોતા.

Rafale.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *