Gujarat

તહેવારોમાં વધારાની બસો મુકી એસટી વિભાગને ૬.૭૭ કરોડની આવક

ગાંધીનગર
દિવાળીમાં ગુજરાત વાહન વ્યવહાર વિભાગે લોકોને મુસાફરીમાં તકલીફ ન થાય તે માટે વધારાની એસટી બસો દોડાવાનું નક્કી કર્યું હતું. એસટી નિગમે આ વર્ષે પણ તહેવારને ધ્યાને રાખીને ૧૨૦૦ વધુ બસો દોડાવવાનું નક્કી કર્યું હતું. જેમાં સૌથી વધુ સુરત વિભાગની ૧૨૦૦ જયારે અમદાવાદ વિભાગની દૈનિક ૧૫૦ બસો વધારાની દોડાવવામાં આવી. જેની શરૂઆત ૨૯ ઓક્ટોબરથી થઇ. એસટી વિભાગના જણાવ્યા પ્રમાણે ખાનગી બસ સંચાલકો તહેવારોના સમયમાં ભાડા ડબલ કરી દેતા હોય છે. તેવા સમયે પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે તમામ વિભાગોને વધારાની બસો સિવાય જરૂર પડે પ્રવાસીઓની માગને જાેતા બસની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી.આ વખતની દિવાળી એસટી નિગમ ( ય્જીઇ્‌ઝ્ર) માટે ખૂબ જ સારી રહી. એસટી વિભાગે તહેવારના દિવસોમાં એક્સ્ટ્રા બસો દોડાવી.. જેના થકી એસટી વિભાગને મોટી આવક થઈ છે.. આંકડાઓની વાત કરીએ તો ૬ નવેમ્બરે ૮૯.૩૭૬ લોકોએ ઓનલાઇન બુકીંગ કરતા ૧.૬૮ કરોડની આવક થઈ.તો ૭ નવેમ્બરે ૯૦,૫૨૬ મુસાફરોએ ઓનલાઇન બુકીંગ કરતા એસટી વિભાગને ૧.૬૯ કરોડ આવક થઈ.. સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ફાળવેલ એક્સ્ટ્રા ૬૦ વાહનોની ૧૫૧૫ ટ્રીપ થકી ૬૬,૬૯૧ મુસાફરોએ મુસાફરી કરી.જેના થકી એસટીને ૧૩.૩૪ લાખ આવક થઈ. ૩૦ ઓક્ટોબરથી ૭ નવેમ્બર સુધી એસટીના એક્સ્ટ્રા સંચાલનમાં ૧૦,૨૨૦ ટ્રીપમાં ૪,૯૭,૩૨૧ મુસાફરોએ મુસાફરી કરતા એસટીને ૬.૭૭ કરોડની અધધ આવક થઈ છે.. આ તરફ ૯થી ૧૪ નવેમ્બર પણ વધુ એકસ્ટ્રા વાહનોનું સંચાલન નક્કી કરવામાં આવ્યું છે.

GSRTC.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *