Maharashtra

ટીમ ઈન્ડિયાએ જે કામ કર્યું છે તેની પર મને ગર્વ છે ઃ વિરાટ કોહલી

મુંબઈ
ટી૨૦ વર્લ્‌ડ કપ પહેલા જ વિરાટે જાહેરતા કરી હતી કે આ ફોર્મેટમાં તેઓ વધારે કેપ્ટનશીપ કરશે નહીં. ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી નથી. વિરાટ કોહલી સિવાય રવિ શાસ્ત્રીને માટે પણ આ છેલ્લી મેચ હતી. પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ ભારતીય ટીમના હેડ કોચની જવાબદારી સંભાળે તેવા આસાર જાેવા મળી રહ્યા છે. તો સાથે જ વિરાટ કોહલી રોહિત શર્માનું નામ આગળ કરી રહ્યા છે.વિરાટ કોહલી સોમવારે ટી૨૦ ફોર્મેટમાંથી કપ્તાનીને લઈને તેમની છેલ્લી મેચ રમી ચૂક્યા છે. વિરાટે પોતાની સફરને લઈને ખુલીને વાત કરી હતી. સાથે આ સંકેત પણ આપ્યા છે કે નવા કેપ્ટન કોણ હોઈ શકે છે. વિરાટે કહ્યું કે મને જે જવાબદારી આપવામાં આવી હતી તેને લઈને મારું કામ મેં પૂરું કર્યુ હતું ને સાથે મારા માટે આ ગર્વની વાત રહી હતી. હવે સમય છે કે હું નવી જગ્યા કાયમ કરું. ટીમ ઈન્ડિયાએ જે કામ કર્યું છે તેની પર મને ગર્વ છે. વિરાટે કહ્યું કે હવે ટીમની જવાબદારી છે કે તેઓ આગળ વધે. રોહિત શર્મા પણ છે, તે લાંબા સમયથી અનેક પાસાને સમજી રહ્યા છે. સાથે ટીમમાં અનેક લીડર્સ છે, એવામાં આવનારો સમય ભારતીય ક્રિકેટ માટે સારો હોઈ શકે છે. ટી ૨૦ ફોર્મેટને માટે નવા કેપ્ટનની જાહેરાત જલ્દી કરવામાં આવી શકે છે. રોહિત શર્માનું નામ રેસમાં સૌથી આગળ છે. એવામાં વ્હાઈટ બોલ ફોર્મેટ માટે એક કેપ્ટન હશે અને ટેસ્ટ ફોર્મેટ માટે વિરાટ કોહલી કેપ્ટન રહેશે.

Virat-kohli-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *