Gujarat

માંગરોળ માં ખડાયતા વાડીના પટાંગણમાં પરિવાર -પરિચય -અને સ્નેહ મિલન – સમારોહ યોજાયો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ની ખડાયતા વાડીના વિશાળ પટાંગણમાં પરિવાર -પરિચય -અને સ્નેહ મિલન – સમારોહ નો એક કાર્યક્રમ  યોજવામાં આવયો હતો
કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરા અનુસાર દીપ પ્રાગટય થી કરવામાં આવેલ ત્યાર બાદ આમંત્રિત મહેમાનો નું શબ્દોથી સ્વાગત આશીષભાઈ પંડિયા દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે પ્રબોધન જીતુભાઇ સાલસીયા દ્વારા કરવામાં આવ્યું હતું
કાન્તિકાકા ને કાંઈક અલગજ કરવાનો વિચાર આવ્યો અને એ ખુબજ સુંદર વિચાર નો તાત્કાલિક અમલ કરી ખડાયતા વાડીના વિશાળ પટાંગણમાં પરિવાર -પરિચય અને સ્નેહ મિલન – સમારોહ નું ભવ્ય આયોજન શ્રી કાંતિકાકા દ્વારા ગોઠવવામાં આવ્યું હતું
કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત પશુપાલન અને ગૌસંવર્ધન કેબિનેટ મંત્રી શ્રી દેવાભાઈ માલમ ખાસ ઉપસ્થિત રહયા હતા અને તેમના દ્વારા વિવિધ સંગઠનો ના સેવાભાવી કાર્યકરો નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું
કેબિનેટ મંત્રી શ્રી દેવાભાઈ માલમે જૂની વાતો વાગોળી અને અહીં સુધી ની સફરમાં જેમનો સાથ અને સહકાર તેમજ સતત અને સતત માર્ગ દર્શન આપતા એવા શ્રી કાંતિકાકા નો ખુબજ આભાર તેઓ દ્વારા માનવામાં આવેલો
કેબિનેટ મંત્રી શ્રી દેવાભાઈ માલમ દ્વારા ખડાયતા જ્ઞાતિના અગ્રણીઓ નું પણ ખાસ વીસેસ સન્માન કરવામાં આવ્યું હતું તો ખડાયતા જ્ઞાતિ તરફથી પણ કેબિનેટ મંત્રી શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું
ઉપરાંત શ્રી કાંતિભાઈ ચાવડા,શ્રી નાથાભાઇ આરેણા, દાનાભાઈ બાલસ,દાનાભાઈ ખાભલા,જેઠાભાઇ ચુડાસમા,સુરેશભાઈ સોલંકી,મનસુખભાઇ વૈષ્ણવ,સુધીરભાઈ રાજ્યગુરુ,એડવોકેટ ખોડાભાઈ ગોહેલ,વેલજીભાઈ મસાણી,પરસોતમ ભાઈ પટેલ,પરેશભાઈ વ્યાસ,કેતનભાઈ નરસાણા,દીનેયરાજ, દાઉદભાઈ ધોલકિયા સહિતના સેવાભાવી અગ્રણી ઓનું ખાસ વીસેસ સન્માન કરવામાં આવ્યું હતું
આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત શ્રી મામા સરકારનું શ્રી ચેતનભાઈ કગરાણા એ સન્માન કરતા કેશોદ માંગરોળ અને તાલુકાના ગામડાઓમાં થી ઉપસ્થિત આગેવાનોએ તાળીઓના ગડગડાટ સાથે આ સન્માનને વધાવ્યું હતું
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે કોઈપણ જાતના ભેદભાવ વગર જેમને કોરોના ના ખુબજ કપરા સમયમાં કોરોના ના દર્દી ઓ માટે જે નિસ્વાર્થ સેવા આપી છે એવા ખુબજ સેવાભાવી શ્રી પીયૂષભાઈ કગરાણા ની સેવાની નોંધ લઈ તેઓને પણ કેબિનેટ મંત્રી શ્રી દેવાભાઈ માલમે ખાસ સન્માનિત કર્યા હતા
કે.વી.એમ.સ્કુલ ના પ્રિન્સિપાલ મંજુલાબહેન નું આ તકે વીસેસ સન્માન કરવામાં આવ્યું હતું
કેબિનેટ મંત્રી શ્રી દેવાભાઈ માલમનું પણ જાગૃતભાઈ કગરાણા તેમજ રવિભાઈ નંદાણીયા દ્વારા પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિ રૂપે ચાંદીની ગાય આપી વીસેસ સન્માન કરવામાં આવ્યું હતું
માંગરોળ મા મૂંગા અને અબોલ જીવો ની સારવાર અને સેવા આપતા એવા શ્રી ગૌ રક્ષા સેના ની ટીમનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું અને ગૌ રક્ષા સેના દ્વારા પણ સ્મૃતિ રૂપે ગાય ને ભેટ સ્વારૂપે આપી કેબિનેટ મંત્રી શ્રી નું સન્માન કરવામાં આવ્યું હતું
કેબિનેટ મંત્રી શ્રી દેવાભાઈ માલમ દ્વારા શ્રી કાંતિકાકાને ભીષ્મ પિતામહ તરીકે ગણાવ્યા હતા અને કાંતિકાકા ના સતત અને સતત મળતા રહેતા માર્ગ દર્શન ને બિરદાવી ખુબજ લાગણી વસ બનીગ્યા હતા અને આતકે હું અહી છું એ નો ખરો શ્રેય કાંતિકાકાને આપ્યો હતો અને કાકાનો ખુબજ આભાર માન્યો હતો.
 કાર્યક્રમ મા ખાસ કરીને માંગરોળ ના વિવિધ સેવાકીય સંગઠનો ના કાર્યકરો ને તેમજ કોરોના ના કપરા સમયમાં નિઃસ્વાર્થ સેવા આપેલી એ દરેકનું પણ આ તકે  ખાસ સન્માન કરવામાં આવ્યું હતું આતકે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો દ્વારા તાળીઓના ગડગડાટ તેમજ ભરત માતાકી જય , વંદે માતરમ સહિતના નાદ સાથે વાતાવરણ ને ગુંજવી દીધું હતું
આ કાર્યક્રમમાં પ્રભાબેન બુટાણી, લીનેશભાઈ સોમૈયા,
મનોજભાઈ વિઠલાણી,અતુલભાઈ ઘોડાસરા,સોમાતભાઈ વાસણ,અરજનભાઈ પીઠીયા,રાજુભાઇ છેલાણા સહિતના આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપીહતી
તેમજ તા.પં.સભ્યશ્રી પંચાભાઈ ડાકી, ફરંટાના ઉપ.સ.નીતિનભાઈ સહિતના ગામના અગ્રણીઓ તેમજ કાર્યકરો એ આ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિ જનો સાથે શ્રી બાબુભાઇ વાજા,રાહુલભાઈ કરમટા સહિતના કાર્યકરો દ્વારા ખુબજ જહેમત ઉઠાવવામાં આવી હતી
કાર્યક્રમને અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક મહેમાનો માટે ગરમાગરમ ભજીયા તેમજ માંગરોળ ના પ્રખ્યાત એવા લીલા નાળિયેર ના હલવા ની ખુબજ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી
રિપોર્ટ : અનિષ ગૌદાણા

IMG-20211110-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *