અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી જેલ અને સુધારાત્મક વહીવટ દ્વારા અપાયેલ સૂચના મુજબ તમામ જેલો પર તા.૨૨/૧૦/૨૦૨૧ થી ૧૪/૧૧/૨૦૨૧ સુધીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અનુસંધાને કેદીઓને કાયદાકીય માર્ગદર્શન તથા માનસિક સ્વાસ્થ્ય અંગેની માહિતી પૂરી પાડવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવા રાખવામાં આવેલ છે. જામનગર જિલ્લા જેલ ખાતે તા.૦૩/૧૧/૨૦૨૧ના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જેલ ખાતે સજા ભોગવતા પાકા કામના કેદીઓને સરકાર શ્રી દ્વારા કેદી સહાય યોજના અંતર્ગત મળતી સહાય અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં પાકા કામના કેદીઓને કેદી સહાય યોજના અંગેની સમજ આપવામાં આવેલ હતી તેમજ ત્રણ પાકા કેદીઓને એક કેદી દીઠ રૂ. ૨૫૦૦૦ એમ કુલ મળી ૭૫૦૦૦ની ચાલુ વર્ષની સહાય મંજુર કરવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં સમાજ સુરક્ષા અધિકારી શ્રી પી.વી.શેરસીયા, અધિક્ષક કમ ચીફ ઓફિસર શ્રી એમ.આર. પટેલ, વેલ્ફેર ઓફિસર શ્રી એમ.એમ.વ્યાસ, જામનગર જિલ્લા જેલના અધિક્ષકશ્રી પી.એચ.જાડેજા જેલરશ્રી એન. કે.ઝાલા વગેરે જિલ્લા જેલના સ્ટાફ તથા સમાજ સુરક્ષા ખાતુ જામનગરના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ અધિક્ષકશ્રી, જિલ્લા જેલ જામનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.


