કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામની અક્ષરધામ સોસાયટી મા ભૂગર્ભ ગટર અને પેવર બલોક ફિટ કરવાનો 4 વર્ષ જૂનો પ્રાણ પ્રશ્ન વેરાવળ ની ગ્રામ પંચાયત દ્વવા્રા 48 લાખ મંજુર કરી સરપંચ શ્રી ના માર્ગદર્શન મુજબ ભૂગર્ભ ગટર ની કામગીરી શરૂ કરાય છે. જેમાં સોસાયટી ના કાર્યકારી પ્રમુખ સહીત ના કામગીરી ના સ્થળ પર ઉપસ્થિત રહી કામગીરી નું નિરીક્ષણ કરી રહ્યા છે. આગામી સમય મા પેવર બ્લોક ફિટ કરવા સહીત ની કામગીરી હાથ ધરવામાં આવશે.જેમાં પ્રમુખ કેવિનભાઈ માર્વનિયા એ જણાવ્યું હતું કે અમારી સોસાયટી નો આ વર્ષો જૂનો પ્રશ્ન હતો ગટર નો જે સોલ્વ થતા સોસાયટી ના રહીશો મા પણ આ ભૂગર્ભ ગટર ની કામગીરી શરૂ થતા હર્ષ ની લાગણી અનુભવી રહ્યા છે.જેમા સોસાયટી ના મહીલા રહીશ ચંદ્રિકાબેન નિમાવતે પણ ગ્રામ પંચાયત ની આ સુંદર કામગીરી ના ભારોભાર વખાણ કર્યા હતા અને સરપંચ શ્રી ને વેરાવળ ગામના વિકાસ કામો ને સતત વેગ આપતાં રહો તેવી સૂચન કર્યું હતું.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


