ઓળખ પરેડ કરવાની કાર્યવાહી કરાશે
સંખેડા તાલુકાના એક ગામની છ બાળકીઓ સાથે છેડતીની ઘટનાના છઠ્ઠા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે છએ છ આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. સમગ્ર ગુજરાતને શર્મસાર કરનારી ઘટના સંખેડા તાલુકાના એક ગામમાં ઘટી હતી. જેમાં છ બાળકીઓની ચાલુ ગાડીમાં છેડતી કરવામાં આવ્યા બાળકીઓ ચાલુ ગાડીએ કૂદી પડી હતી. આ ઘટનાની છ આરોપીઓ સામે સંખેડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી અશ્વિન ભીલ નામના આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી. ઘટનાના બીજા દિવસે બીજા અર્જુન ભીલ નામના આરોપીની ભાવનગરથી ધરપકડ કરી હતી. જ્યારે ઘટનાના ત્રીજા દિવસે બાકીના ચાર આરોપીઓ ફરાર હતા.
જેઓને શોધવા છોટાઉદેપુર જીલ્લા પોલીસે કમરકસી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને મોબાઈલ લોકેશન આધારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ગામોમાંથી સુનીલ ભીલ અને શૈલેષ ભીલ ઝડપાઇ ગયા હતા. જ્યારે સુરેશ ભીલ નામના આરોપીને પોતાના ઘરેથી સંખેડા તાલુકાના અમરાપુર ગામેથી ઝડપી પાડવામાં આવ્યા છે. બાકી રહેલા છઠ્ઠા આરોપીને છોટાઉદેપુર જિલ્લા પોલીસે પરેશ કિરણ ભીલ નામના છઠ્ઠા આરોપીને પણ ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે.સંખેડા પોલીસ પકડાયેલ છ એ છ આરોપીઓની ઓળખ પરેડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

