ઉનામાં શહેરના વિવિધ વિસ્તારો જેવા કે બસ સ્ટેન્ડ વિસ્તાર, મિલન ચોક વિસ્તારોમાં નંદીઓને છેલ્લા એક મહિનામાં 8 આઠ મુંગા પશુઓ પર એસિડ, તેમજ ગરમ તેલ જેવા પદાર્થોનો ઉપયોગ કરી પશુ પર છાંટી હુમલો કરતા હોવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે સવારે ઊના શહેરના તુલશીધામ સોસાયટીમા નંદી મહારાજ ઉપર એસીડ જેવો પદાર્થ નાખેલ હોવાથી તેમના શરીરમાં ગંભીર રીતે ઇજા થયેલ જોવા મળેલ હતી. જેની જાણ ગૈભક્ત અજયભાઇ શાહ, દિલીપભાઇ મૈયા, રાહુલભાઇ બાંભણીયાને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલા હતા. અને નંદીના શરીરમાં ગંભીર ઇજા અને લોહીલોહાણ હાલતમાં જોતા ચોકી ગયા હતા. અને તેને સારવાર માટે ગૈ શાળાએ લઇ ગયેલ અને ત્યાર ગો સેવક ભગુભાઇએ સારવાર આપેલ હતી. આમ ઉના શહેરમાં અસામાજિક તત્વો દ્વારા આવુ ક્રૂત્ય કરવામાં આવી રહ્યું હોય તંત્ર દ્વારા આવુ કૃત્ય કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી હિન્દુ યુવા સંગઠન, તેમજ ગૌ રક્ષક દળ દ્વારા માંગણી કરેલ છે.
આમ ઉના શહેરમાં છેલ્લા એક મહિનામાં ૮ નંદી મહારાજ ઉપર એસિડ ગરમ તેલ અથવા ગરમ પ્રવાહી જે કાંઈ નાખી હોય તેની સારવાર મહામહેનતે ઉના ગૌ રક્ષક દળ દ્વારા કરેલી 4 ચાર નંદીને સારવાર કરાય હતી.
