Gujarat

નારીશક્તિને સમર્પિત “મન કી બાત” નો ૧૦૯મો એપીસોડ ધારાસભ્ય શ્રી કસવાલાએ બાઢડા ગામની બહેનો સાથે નિહાળ્યો

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે બૂથ નં.૨૨૭મા યોજાયો “મન કી બાત” કાર્યક્રમ. બાઢડા ગામે તરૂણાબેન દેવાણીના નિવાસ્થાને ધારાસભ્ય કસવાલા, તાલુકા પંચાય પ્રમુખ, તાલુકા યુવા ભાજપ હોદ્દેદારો, સરપંચો સહીત મોટી સંખ્યામા બહેનો હાજર રહ્યા
આજે વિશ્વના લોકપ્રિય જનનેતા અને ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડીઓ દ્વારા બહાર પડતુ ”મન કિ બાત” કાર્યક્રમ સંદર્ભે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે બુથ નં.૨૨૭ માં યોજાયો હતો. નારિશકિતને સમર્પિત આ ”મન કી બાત” કાર્યક્રમ બાઢડા ગામે બુથ નં.૨૨૭ માં તરૂણાબેન દેવાણીના નિવાસ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા/લીલીયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઇ કસવાલાની ઉપસ્થિતીમા બાઢડા ગ્રામજનો અને બહેનો સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીનો ૧૦૯ મો એપીસોડ “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો હતો જેમા ધારાસભ્ય શ્રી કસવાલા સાથે તાલુકા પંચાયતના પ્રમુખ  જીતુભાઇ કાછડીયા, બાઢડા ગામના આગેવાન અરવિંદભાઇ માંગુકીયા, માજી સરપંચશ્રી ધિરૂભાઇ માલાણી, તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહેશભાઇ ભાલાળા, મહામંત્રી શૈલેષભાઇ બારૈયા, સરપંચશ્રી એશોસીએશનના પ્રમુખ તથા મેરીયાણા ગામના સરપંચ  હિતેશભાઇ ખાત્રાણી અને બાઢડા ગામના મહીલા આગેવાન તરૂણાબેન દેવાણી આ ”મન કી બાત” કાર્યક્રમમાં જોડાયા હતા. વધુમાં ધારાસભ્ય કસવાલાએ આ નારિશકિત સમર્પિત ”મન કી બાત”ના ૧૦૯ માં એપીસોડમાં લોકપ્રીય નેતાશ્રી નરેન્દ્ર મોદી સાથે રાષ્ટ્રના કામમાં જોડાવવા બહેનોને હાંકલ કરી હતી તેમ ”અટલધારા” કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયુ હતુ.

IMG-20240128-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *