ભાજપ ટીમ દ્વારા તડામાર તૈયારી પૂર્ણ…
ઊના – ગીરસોમનાથ જીલ્લા ભાજપાનું સ્નેહમિલન કાર્યક્રમ આવતી કાલે તા.૧૫ નવેમ્બર ઉના શહેરમાં યોજાનાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતમાં યોજાનાર આ કાર્યક્રમની તડામાર તૈયારીએને આખરી ઓપ અપાઇ રહ્યો છે. નવા વર્ષના પ્રારંભે ગુજરાત પ્રદેશ ભાજપા દ્વારા ગુજરાતના તમામ જીલ્લાઓમાં યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમના ભાગરૂપે ગીરસોમનાથ જીલ્લાનો કાર્યક્રમ ઉના ખાતે યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રી સાથે જીલ્લાના પ્રભારી મંત્રી અરવિંદભાઇ રૈયાણી તથા જીલ્લા ભાજપાના સંગઠન પ્રભારીઓ રઘુભાઇ હુબલ તથા મનસુખભાઇ ભુવા પણ ઉપસ્થિત રહેનાર છે. ઉનાના ત્રિકોણબાગ ચોક સામે આવેલ રાવણાવાડીમાં યોજાનાર આ કાર્યક્રમને લઇને સમગ્ર તાલુકા ભાજપાના કાર્યક્રરોમાં અભૂતપૂર્વ ઉમંગ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીના આગમાનને લઇને તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહર્યો છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જીલ્લા ભાજપાના પ્રમુખ માનસિંહભાઇ પરમાર તથા પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડના માર્ગદર્શનમાં ભાજપની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
