ઉનાના શહેરમાં જુનાગઢ લોકસભા ચુંટણી 2024 અંતર્ગત અલગ અલગ શહેરી વિસ્તારોમાં બક્ષીપંચ મોરચાની ખાટલા બેઠક યોજાઇ હતી. આ ખાટલા બેઠકની શુભ શરૂવાત કરવામાં આવેલ. જેમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની વિવિધ યોજના અંતગર્ત શહેરી વિસ્તારોમા રહેતા લોકોને માર્ગદર્શન આપવામા આવ્યું હતું.. આ બેઠકમાં રહીશો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
જૂનાગઢ લોકસભા ચુંટણી 2024 અંતર્ગત ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા બક્ષીપંચ મોરચા પ્રદેશ પ્રમુખ મયંક નાયકજીના નેઝા હેઠળ ગીર સોમનાથ જીલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠયા જીલ્લા બક્ષીપંચ મોરચા ડો. જીવાભાઈ વાળા સાહેબના સુચન સાથે 93-ઉનાના શહેર વિસ્તારમાં ખાટલા બેઠકની નગર સેવક રામજીભાઈ વાજા અને ફેકટરી બાપા સિતારામ ચોક ખાતેથી શુભ શરૂવાત કરવામાં આવી હતી. જેમાં ઉનાના લોકલાડીલા ધારાસભ્ય કે.સી. રાઠોડના માર્ગદર્શન હેઠળ સમગ્ર ખાટલા બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કેન્દ્ર સરકાર,રાજ્ય સરકારની વિવિધ યોજના અંતગર્ત આયુષ્યમાન કાર્ડ, વાલી દિકરી યોજના, સુકન્યા યોજના, પ્રધામંત્રી વિશ્વકર્માં યોજનાની માહિતી ગીર સોમનાથ જીલ્લા મહામંત્રી વિનોદભાઈ બાંભણીયા દ્વારા વિસ્તૃત રીતે સમજવામાં આવેલ. જેમાં ઉપસ્થિત ઉના શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ અશ્વિનભાઈ ડાભી, મહામંત્રી જયેશભાઈ ચુડાસમા, યુવા મોરચા મહામંત્રી કિરીટ વાજા, ઉપપ્રમુખ કાંતિભાઈ ડાભી, મંત્રી દીપકભાઈ શિયાળ,મંત્રી અનિલભાઈ રાઠોડ, યુવા મંત્રી ભાવેશભાઈ વાજા, જયેશભાઈ વાળા સહિત વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહી યોજનાનું માર્ગદર્શન મેળવ્યું હતું. અને આવનારા દિવસોમાં પણ પ્રદેશ ભાજપ પાર્ટીના સૂચનથી આ ખાટલા બેઠકો શહેરના તમામ વોર્ડ વાયસ આયોજન કરવામાં આવશે.

