Gujarat

ઉનામાં ટીકરીયા ખારા વિસ્તારમાં મધ્ય રાત્રિના સિંહણે પશુઓના શિકાર કરી મારણ મીજબાની પરિવારે સાથે માણી…સિંહણએ બે પશુનાં મારણ કરી બાદમા તેમનાં બચ્ચાને લઈ આવેલ…વીડિયો વાયરલ.

ઉના શહેરમાં ભિમપરા વિસ્તાર પાછળ ટીકરીયા ખારા નામથી ઓળખાતી જગ્યામાં મધ્ય રાત્રિના સિંહ પરીવાર આવી ચઢયો હતો. અને આ વિસ્તારમાં રખડતા પશુઓ પર હુમલો કરી શિકાર કર્યો હતો. અને બાદમાં સિંહણ તેમનાં બચ્ચા સાથે મીજબાની માણી હતી. જેથી આ વિસ્તારમાં રહેલાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો.
ઉનામાં ટીકરીયા ખારા વિસ્તારમાં મોડી રાત્રિના સમયે એક સિંહણ શિકારની શોધમાં આવી ચઢી હતી. અને આ વિસ્તારમાં આટાફેરા કર્યા બાદ વાછરડી તેમજ ગાયને નિશાન બનાવી તેના પર હુમલો કરી દીધો હતો. આ પશુનું મારણ કર્યું બાદ જતી રહી હતી. અને મધ્ય રાત્રિના ફરી આ સિંહણે તેમના ત્રણ બચ્ચાને સાથે લઈ જે સ્થળ પર પશુનું મારણ કર્યું તે જગ્યા પર આવી મારણની મીજબાની પરીવાર સાથે માણી હતી. જોકે આ વિસ્તારમાં સીમ વાડી વિસ્તાર હોય અવાર નવાર સિંહ પરીવાર શિકારની શોધમાં આવી ચડતા હોય છે. ત્યારે આ વિસ્તારમાં રહેતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. આ સિંહ પરીવારની મિજબાનીનો વિડિયો વાયરલ થયો હતો..

IMG-20240205-WA0065-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *