Gujarat

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુટબી ગામે કિ.રૂ.૨૫,૯૨૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…..

આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતિ/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…. જે અન્વયે  વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ય છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા
સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં “પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે ફુટબી ગામે રહેતા જતનભાઇ ફુલસિંગભાઇ
રાઠવા નાઓ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે તેવી હકિકત આધારે જતનભાઇ ફુલસિંગભાઇ રાઠવા નાઓના ઘરે જઇ રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુ.કિ.રૂ.૨૫,૯૨૦/- નો મુદામાલ ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી
 કવાંટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.

IMG-20240210-WA00211.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *