મોરબી શહેરમાં આવેલા પંચાસર રોડ પર નવીનીકરણનું કામ ચાલતું હોય પણ આ રોડના કામ માટે એક સાઈડનો રોડ બંધ કરાતા 30 સોસાયટીના લોકોને ટ્રાફિકની ભારે મુશ્કેલી થતી હોય તેમજ અગાઉ 200 મકાનોના ડિમોલિશન દરમિયાન પાણી તોડેલી પાઇપલાઇન રીપેર કરવાની માંગ સાથે લોકોએ ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો હતો.

મોરબીના હાર્દ સમાન એવા હજારો વાહનોની અવરજવર ધરાવતા મુખ્ય માર્ગ પંચાસર રોડ ઉપર આડેધડ મકાનો સહિતના દબાણો ખડકી દેવાતા સાંકડો માર્ગ થઈ જવાથી ટ્રાફીકજામની હૈયાહોળી સર્જાઈ હતી.
જેમ આ રોડ તાજેતરમાં કરોડોના ખર્ચે એકદમ મજબૂત અને ડબલ પટ્ટીનો નવો રોડ બનાવવાની મંજૂરી મળતા પહેલા રોડને પહોળા કરવાના કામ દરમિયાન અડચણરૂપ આશરે 200 જેટલા મકાનોનો સફાયો કરીને અન્ય વિસ્તારની પાણીની લાઈન પણ તોડી નાખી હતી.
પણ પાણીની પરવા કર્યા વગર તંત્રએ થોડા સમય પહેલા જ પંચાસર રોડનું કામ શરૂ કરી દીધું હતું. પણ સ્થાનિકોના કહેવા મુજબ, પંચાસર રોડ પર દોઢ મહિનાથી એક સાઇડનો રોડનુ ખોદકામ કરેલું હોવાથી આ પંચાસર વિસ્તારમાં આવેલી 30 સોસાયટીવાળા લોકોને દરરોજ ટ્રાફિક તેમજ ગટર ઉભરાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
તેમજ પાણીની લાઈન પણ તૂટી ગઈ હોય જેને હજુ સુધી રીપેર ન કરતા મહિલાઓને જ્યાં ત્યાં પાણી માટે ભટકવું પડે છે.

