Gujarat

ખંભાળિયામાં જિલ્લા ચૂંટણી અધિકારીની સહિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહ્યાં

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના ઈ.વી.એમ.-વી.વી. પેટ વેર હાઉસમાં સંગ્રહીત ઈ.વી.એમ.-વી.વી. પેટ મશીનોનું આગામી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે સોફ્ટવેર મારફત ઈ.વી.એમ.-વી.વી. પેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન EMS સોફ્ટવેર મારફત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જી.ટી. પંડ્યાની ઉપસ્થિતિમાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પારદર્શક રીતે કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ રેન્ડમાઈઝેશનના અંતે કોમ્પ્યુટરાઈઝડ જનરેટ થયેલા ઈ.વી.એમ.-વી.વી. પેટની વિધાનસભા મત વિભાગવાર યાદીઓ મુજબ જામનગર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા મત વિભાગોના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીઓને ઈ.વી.એમ.-વી.વી. પેટની ફાળવણી કરવામાં આવી હતી. જેના ફર્સ્ટ રેન્ડમાઇઝેશન બાદ રેન્ડમાઇઝ્ડ ઈ.વી.એમ.ની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવી હતી.

ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચના અનુસાર ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા મતવિભાગોને ફાળવવામાં આવેલા ઈ.વી.એમ.-વી.વી. પેટ મશીનોને બંધ બોડીના વાહનમાં સુરક્ષિત વહન સશસ્ત્ર પોલીસ દળો સાથે કરવામાં આવેલા અને વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત સંગ્રહ કરવામાં આવ્યા છે.

ઈ.વી.એમ.-વી.વી. પેટ વહન કરતા વાહનનું ટ્રેકિંગ અને મોનિટરીંગ VTS App મારફત કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વિધાનસભા મતવિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં સંગ્રહિત આ ઈ.વી.એમ.-વી.વી. પેટ મશીનોનો ઉપયોગ આગામી લોકસભા મતવિભાગની સામાન્ય ચૂંટણીમાં મતદાન માટે કરવામાં આવશે.