Gujarat

વિ.સં.2080ની 13મી એકાદશી મનાવામાં આવશે

તા.19ને રવિવારે વૈશાખ માસની સુદ પક્ષ ‘મોહીની એકાદશી’ (ભાગવત) તરીકે શ્રદ્ધા ભક્તિ પૂર્વક મનાવવામાં આવશે. મોહીની એકાદશી વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થઈને મનોકામના પૂર્ણ થાય છે.

જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યાનુસાર બધી જ એકાદશી કરતાં આ એકાદશી પાપોનું હરણ(સમન)કરનારી તરીકે ઉત્તમ ગણવામાં આવે છે. આ એકાદશીનુ વ્રત કરવાથી બાજપેઈ યજ્ઞનું પણ પ્રાપ્તિ થાય છે.

આવા શુભ દિવસે ભગવાન વિષ્ણુને દૂધ,ફળ,પંચામૃત સાથે શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરવું. ઘરે બેઠા વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, ઠાકોરજીના દર્શન, કીર્તન કરવાનું વિશેષ મહત્વ છે. વ્રત કરનારે વામકુક્ષી કરવી નહીં તેમજ અક્ષત ખાવા નહીં, અસત્ય બોલવું નહીં.