Gujarat

ઉનાના નાઠેજ સુલતાનપુર રોડ પર એક સાથે સાત થી આઠ સિંહ પરિવારના ધામા..વાહન ચાલકોમાં ભય…સિંહે વાડીમાં પાણીના કુંડામાં પાણી પીઇ તરસ છિપાવી…વિડિયો વાયરલ..

ઉનાના નાઠેજ અને સુલતાનપુર ગામની સીમમાં સાત થી આઠ સિંહોના ધામા નાખતા આ વિસ્તારના સીમ વાડી વિસ્તાર તેમજ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયું હતું. તેમજ રાત્રિના સમયે એક દીપડો રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા. જે સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થયો હતો. જોકે અગાઉ અઠવાડિયા પહેલાં ઉનામાં ભાવનગર રોડ પર આવેલ રોકડીયા હનુમાન મંદિર નજીક રસ્તા પર જ ચાર સિંહ પરિવાર પોતાના બચ્ચાં સાથે એક પશુનું મારણ કર્યુ હતું. અને રસ્તાની સાઈડમાં મિજબાની માણતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો એકઠાં થઈ જતાં વનવિભાગને જાણ કરતા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.
ઉનાના સુલતાનપુર અને નાઠેજ સીમ વિસ્તારમાંમાં છેલ્લા ઘણા સમયથી સિંહ ઓએ વસવાટ કરી લીધો હોય તેમ અવાર નવાર આ વિસ્તારમાં સાત થી આઠ સિંહો નાઠેજ ગામની વાડીમાં આવી ચડ્યા હતા. હાલની અસહ્ય ગરમી ઉકળાટમાં ખેડૂતના ખેતરમાં પાણી ભરેલ કુંડામાં સિંહ એ પાણી પીઇ તરસ છિપાવી  હતી. બાદમાં નજીક ખેતરમાં આરામ ફરમાવ્યું હતું.
નાઠેજ-સુલતાનપુર રોડ પર સમી સાંજના સમયે દીપડો રોડ ઉપર દેખાતા ખેડૂતોમા અને ત્યાંથી નીકળતા વાહન ચાલેકોમા ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે હાલમાં અસહ્ય ગરમી છે ત્યારે વન્ય પ્રાણીઓ પણ ઠંડક શોધવા માટે સમી સાંજે અને રાત્રિના સમયે અલગ અલગ ગ્રામ્ય તેમજ સીમ વાડી વિસ્તારમાં નીકળી જતા હોય છે.