અવધૂત 1008 મહામંડલેશ્વર શ્રી નર્મદાનંદ બાપજી રાજકોટ ખાતે એડવોકેટ શ્રી કનકભાઈ વ્યાસ ને ઘેર પધરામણી કરી ,જામનગર ના ધુવાવ ગામે વિદ્વાન શ્રી અરવિંદભાઈ ભટ્ટ ને ઘેર પગલાં કરી,ગ્રામ્ય મામલતદાર શ્રી દવે સાહેબ ને આશીર્વાદ પાઠવી પરિવાર ને સત્સંગ લાભ આપી કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી દાદાના દર્શન કરી આગળની યાત્રા માટે પ્રષ્થાન કરેલ હતું.
કુંનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજીના મંદિરમાં મહંત શ્રી અવધેસદાસજી મહારાજ તેમજ બાપજી વચ્ચે ધર્મચર્ચા થઈ હતી, અને તે દરમ્યાન ગુજરાત સરકાર ના પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ને પણ ટેલિફોનિક આશિર્વાદ પાઠવ્યા હતા.સ્વામી અતુલાનંદજી સતત હાજર રહી વિડીયોગ્રાફી કરી રહ્યા હતા.
ધ્રોલ ના ધારાસભ્ય તેમજ વર્તમાન પશુપાલન કેબિનેટ મંત્રીશ્રી તેમજ બાપજી વચ્ચે ગાય સેવા અંગે વાર્તાલાપ થયો હતો.
કુંડલીયા હનુમાનજી જગ્યા માં સર્વ ભક્ત સમુદાય સાથે હનુમાનચાલીસા ના પાઠ કરી ને બાપજી આગળ ની યાત્રા માટે આગળ વધ્યા હતા…………….