ભરૂચ
દહેજમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું છે. તમામ ઉદ્યોગો માટે સૌથી મહત્વનો મુદ્દો એટલે પાણી, વીજળી અને ઈન્ફ્લુઅન્સ ડિસ્ચાર્જની લાઈન જરૂરી હોય છે. આ બધી જ બાબતો દહેજમાં સરળતાથી ઉપલબ્ધ છે. એન્વાયરમેન્ટના જે ઈસ્યુ થાય છે જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ૨૦૦ કરોડ કરતા વધુના ખર્ચે સરકાર મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે.
અહીં ઉદ્યોગો માટે સુક્યુરિટી પણ વધારે સારી છે. ભાડભૂત બેરેજ આવી રહ્યો છે જે ઉદ્યોગો માટે વોટર સિક્યુરિટીનો બેઝ બની જશે. કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ માટે વોટર સિક્યુરિટી સૌથી મહત્વની બાબત છે. સાથો સાથ એક્ષપ્રેસ હાઈવે બનતા માત્ર ૪૦ કિમીના અંતરમાં જ હજીરા પહોંચી શકાશે. જેમાં જગ્યાનો એડવાન્ટેજ દહેજને મળશે અને પોર્ટનો એડવાન્ટેડ હજીરાને મળશે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત તરીકે ઓળખાતી અંકલેશ્વર જીઆઈડીસી તથા આર્થિક વિકાસ નગરી ગણાતી વાપી જીઆઇડીસીમાં ઉદ્યોગોને જગ્યા મળવી હવે મુશ્કેલ છે. સાથે એક્સપાન્શનની મંજુરી નહીં મળતાં અંકલેશ્વર અને વાપીના ઉદ્યોગકારો નવા એકમો માટે દહેજ અને વિલાયત જીઆઈડીસીની વધુ પસંદગી કરી રહ્યા છે. તેનું કારણ અંકલેશ્વર જીઆઈડીસીમાં એક્સ્પાન્સન કરવું મુશ્કેલ અને પર્યાવરણીય મંજૂરીના અનેક પ્રશ્નો સાથે ડિસ્ચાર્જની મંજૂરી પણ નહીં મળતાં દહેજ તરફ જઈ રહ્યા છે. જ્યારે વાપીના ઉદ્યોગો જમીન માટેનો ભાવ જે દહેજમાં સસ્તા પડે છે. વાપીમાં હાલ સ્ક્વેર મીટરનો ભાવ રૂ.૪૭૯૦ છે. જેની સામે દહેજમાં અડધો ભાવ છે. વાપીના ૩૦ જેટલા ઉદ્યોગકારોએ દહેજ અને સાયખામાં રોકાણ કર્યુ છે. અંકલેશ્વરના કેટલાક એકમોએ દહેજમાં મોટા પ્લોટોમાં પોતાના પ્લાન્ટ કાર્યરત કર્યા છે.અંકલેશ્વર અને વાપી જીઆઈડીસી ક્રિટકલ ઝોનમાંથી બહાર આવ્યાં બાદ પણ ઉદ્યોગોના એક્પાન્શનની કામગીરી ખોરંભે પડી છે. જગ્યાના અભાવે ઉદ્યોગોને એક્સાપન્સન કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે. દહેજમાં જમીનો સસ્તી છે. વર્ષ ૨૦૦૭ પછી હજી સુધી વોટર ડિસ્ચાર્જની મંજૂરી મળતી નથી. વોટર ડિસ્ચાર્જ વગર ઈન્ટરમિડિયેટ, ડાઈઝ કે ફાર્મા કંપની માટે મટિરિયલ બનાવવું મુશ્કેલ છે. ઉદ્યોગોને તેની કોસ્ટ પરવડે તેમ નથી. ફોરેન વિઝિટ માટેનું યુનિટ બનાવવું હોય તો ત્યાં સરળ બને. એટલે બધાં ત્યાં જઈ રહ્યાં છેઆ ઉપરાંત ઈસી (એન્વાયરમેન્ટ ક્લીયરન્સ) માટે પણ ઉદ્યોગકારોએ ખૂબ હાલાકી ભોગવવી પડે છે, ત્યારે ઉદ્યોગકારોએ નવા એકમો શરૂ કરવા તથા બીજા યુનિટ માટે દહેજ અને સાયખાની વધુ પસંદગી કરી રહયાં છે. રાજય સરકારની નવી પોલીસી મુજબ ૨૦૨૧માં દહેજ અને સાયખામાં મોટા ઉદ્યોગોને પ્લોટની ફાળવણી કરાઈ રહી છે. દહેજ અને સાયખામાં ડિસ્ચાર્જ અવેઈલેબલ છે. એટલે અમદાવાદ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયાથી પણ શિફ્ટ થયા. ચાઈનાની સાથે કોમ્પિટિશન થઈ રહી છે એટલે ઉદ્યોગકારો એક્સ્પાન્સન કરી રહ્યા છે. સેફ્ટી અને એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ ખુલ્લી જગ્યામાં કામ કરવું વધુ સરળ રહે તે માટે ઉદ્યોગો શિફ્ટ થઈ રહ્યા છે


