Gujarat

કઠલાલના કપડવંજ રોડ પર વકીલ કેશવલાલ મોતીલાલ એજ્યકેશન સોસાયટી સંચાલીત સંસ્થામાં લોકોને પ્રેરણા પુરી પાડતો ઐતિહાસિક કિર્તી સ્તંભ આજે પણ અડિખમ

નડિયાદ
અંગ્રેજાેનું રાજ હતું ત્યારે ૧૯૧૭માં અતિવૃષ્ટિને કારણે દુકાળ પડ્યો હતો. અતિવૃષ્ટિથી દુકાળ પડે એ વસ્તુ જ સરકારી અમલદારોને ગળે ઉતરી નહી અને ખેડુતો પાસેથી જાેરજુલ્મથી જમીન મહેસુલ વસુલ કરવાનું રાખ્યું હતું. આ સમયે ખેડુતોની વહારે કઠલાલના બે સપુતો અડીખમ ઉભા રહ્યા હતા. જેમાં એક ડુંગળી ચોરના ઉપનામેથી ઓળખાતા મોહનલાલ કામેશ્વર પંડ્યા અને અન્ય શંકરલાલ દ્રારકાદાસ પરીખ. આ બંન્ને શ્રેષ્ઠી કઠલાલની કાયાપલટ કરનાર મુકસેવક તરીકે આજે લોકોના દિલોમાં વસી રહ્યા છે. પ્રજાની સાચી હકીકત સરકાર સ્વીકારવા તૈયાર ન હોય તો સવિનય કાનુન ભંગ સિવાય કોઇ વિકલ્પ નહોતો. જેથી ખેડા સત્યાગ્રહનો બ્યુગલો ફૂંકાયા ૨૦ નવેમ્બર ૧૯૧૭થી આ સત્યાગ્રહનો પ્રારંભ થયો અને પુર્ણાહુતિ ૬ જુન ૧૯૧૮ના રોજ થયો. સ્તંભની વિશેષતાની વાત કરવામાં આવે તો આ સ્તંભની ઉંચાઇ ૩૩ ફુટ છે. સમગ્ર સ્તંભ પથ્થરમાંથી બનાવેલો છે. સ્તંભની નીચે પુર્વાભિમુખ હળ ખેડતા ખેડુતનું સુંદર દ્રશ્ય આરસપાણના પથ્થરમાંથી ઉપસાવી કાઢેલું છે. બાકીની ત્રણ દિશાઓમાં ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં આ પ્રમાણે લખાણ છે = સને ૧૯૧૭માં અતિવૃષ્ટિ થવાથી ખેડા જિલ્લામાં પાક નિષ્ફળ ગયા. ખેડૂતો તરફથી ગુજરાત સભાની માંગણી છતા સરકારે મહેસુલ બાબતે રાહત ન આપી. તેથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતુત્વ નીચે ના કરની લડત શરૂ કરવામાં આવી. આપણા દેશમાં આ પ્રકારનો પ્રથમ સામુદાયિક સત્યાગ્રહ ૧૮ ફેબ્રુઆરી ૧૯૧૮ના રોજ ખેડૂતોએ આ સ્થળે પ્રતિજ્ઞા લઇ શરૂ કર્યો હતો. આ સ્તંભની ટોચ પર આરસપહાણમાંથી બનાવેલું નંદીનું પ્રતિક છે. ખેડૂતોનો સાચો સાથી બળદ છે કે જેના વગર તેને ચાલે નહિ. વળી નંદી એ શક્તિનું પ્રતિક છે. આમ આ સ્તંભ રમણીય હોવાની સાથે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જે આજના યુવાનોને ગાંધી ચિંધ્યા માર્ગે પ્રેરી રહ્યો છે. આ બે સેવકોએ ખેડૂતોનો સળગતો પ્રશ્ન ઉપાડી લીધો હતો અને આ અંગેના સમાચાર વર્તમાનપત્રોમાં આપી આ પ્રશ્નની રજુઆત તે સમયના બ્રિટિશ સરકારી અમલદારો સમક્ષ કરી હતી. ખેડા જિલ્લાના નડિયાદથી આશરે ૨૭ કીમી દૂર આવેલ કઠલાલના કપડવંજ રોડ પર વકીલ કેશવલાલ મોતીલાલ એજ્યકેશન સોસાયટી સંચાલીત સંસ્થાઓ એક વિશાળ પટાંગણ આવેલું છે. આ પટાંગણમાં પ્રવેશતાં જ મેદાનની મધ્યમાં આવેલો કિર્તી સ્તંભ મુલાકાતીઓનું ધ્યાન ખેંચે છે. આ કિર્તી સ્તંભ રમણીય હોવાની સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. જેની રચના ખેડા સત્યાગ્રહ કે જાે સૌપ્રથમ સામુદાયિક સત્યાગ્રહ હતો, તેની યાદગીરીરૂપે કરવામાં આવી હતી. આ સ્તંભની ખાતમુહુર્ત વિધી ગુજરાતના છોટે સરદાર સ્વ. ચંદુલાલ દેસાઇએ ૧૫મી ઓગસ્ટ ૧૯૫૬ના રાષ્ટ્રીય પર્વના દિને કરી હતી. આ સ્તંભની અનાવરણ વિધી પુજ્ય સુશિલાબેન ગણેશ માવળંકરે ૧૨ જાન્યુઆરી ૧૯૫૮ના રોજ કરી હતી. છેવટે તે વખતની મુંબઇ ધારાસભામાં નામદાર ગોકળદાસ પારેખ તથા નામદાર વિઠ્ઠલભાઇ પટેલે ખેડા જિલ્લાના ખેડુતોના દુખ દર્દો રજુ કર્યા હતા. છતા સરકારે મચક ન આપી કારણ કે બ્રીટીશ સરકાર તેના અમલદારો જે અહેવાલ મોકલે તેને જ સાચો માનીને ચાલવાવાળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *