બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૨૩,૮૦૦/- સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે બાબરા તાલુકાના ચરખા ગામની સીમ વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા છ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*જુગાર રમતા પકડાયેલ ઇસમો:
(૧) સુરેશભાઇ ઉર્ફે ભુરો ભીખાભાઈ શિયાળ, ઉ.વ.૪૮, રહે.ચરખા, તા.બાબરા, જિ.અમરેલી.
(૨) જગદીશભાઈ જીણાભાઈ ભારદીયા, ઉ.વ.૪૫, રહે.ચરખા, તા.બાબરા, જિ.અમરેલી.
(૩) રોહીતભાઈ નાથાભાઈ રૂપારેલીયા, ઉ.વ.૪૨, રહે. ચરખા, તા.બાબરા, જિ.અમરેલી.
(૪) માધાભાઈ હરજીભાઈ ભારદીયા, ઉ.વ.૪૩, રહે.ચરખા, તા.બાબરા, જિ.અમરેલી.
(૫) અજયભાઇ ભરતભાઈ ડોડીયા, ઉ.વ.૩૩, રહે.ચરખા, તા.બાબરા, જિ.અમરેલી.
(૬) મુકેશભાઇ જગદીશભાઈ ગોહેલ, ઉ.વ.૩૫, રહે.ચરખા, તા.બાબરા, જિ.અમરેલી.
*પકડાયેલ મુદ્દામાલઃ*-
*રોકડા રૂ.૨૩,૮૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૨૩, ૮૦૦/- નો મુદ્દામાલ.*
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. મનિષભાઈ જાની, કિશનભાઈ આસોદરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. રમેશભાઈ સીસારા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


