વિસાવદર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજાઈ
સી. વી. જોશી વિસાવદર
તા.૨૪-૮-૨૦૨૪ ના રોજ વિસાવદર પોલીસ સ્ટેશનમાં શહેરના ઇ.ચા.જાંબાજ પી.આઇ. અનિરુદ્ધસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને આગામી તહેવારોના અનુસંધાને શહેરના વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો તથા અગ્રણીઓ સાથેની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ.
સૌ પ્રથમ પી.આઈ.શ્રીએ મિટિંગમાં ઉપસ્થિત તમામ શહેરીજનોનું શાબ્દિક સ્વાગત કરેલ. બાદ જણાવેલ કે આગામી હિંદુ ત્યૌહારો સાતમ અને જન્માષ્ટમીના પર્વ પર રથયાત્રા દરમિયાન તેમજ સમગ્ર ત્યૌહારો દરમિયાન સુલેહ અને શાંતિ જળવાઈ રહે તે માટે અરસ પરસ એકબીજાના સહયોગી બની ભાઈચારાના રૂપમાં ત્યૌહારોની ઉજવણી કરશું. ત્યૌહારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ હોમગાર્ડઝ, જીઆરડી અને ટીઆરપી ના જવાનો દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
બેઠકમાં ઉપસ્થિત શહેર તથા ગ્રામ્યજનો શ્રી વિપુલભાઈ કાવાણી (જિ.પં. પૂર્વ ઉ.પ્રમુખ), વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, કરસનભાઈ વાડદોરીયા, વિજયભાઈ રીબડીયા, રમણીકભાઈ દુધાત્રા, ચંદ્રકાંતભાઈ ચૌહાણ, સુરેશભાઈ સાદરાણી, હસુભાઈ બસિયા, જસ્મિનભાઈ જાની, વિઠ્ઠલભાઈ હિરપરા, ગફારભાઈ ભોર, આર.કે. કથીરિયા તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહેલ. સમગ્ર વ્યવસ્થા પો.કો. વિપુલભાઈ ઠુંમર એ કરેલ.
સી. વી. જોશી વિસાવદર




