કુકાવાવ વડીયા તાલુકાના રાજગોર બ્રાહ્મણ સમાજનો સૌ પ્રથમ સ્નેહ મિલન યોજાયો
અમરેલી જીલ્લા ના કુંકાવાવ વડીયા તાલુકા નો સૌ પ્રથમ રાજગોર બ્રાહ્મણ કાઠીગોર સમાજ રક્ષાબંધન તહેવાર નિમિતે ૬ ગામ ના રાજગોર જ્ઞાતિ સમાજ ના પરિવાર દ્વારા સૌ પ્રથમ વેદમાતા ગાયત્રી નુ દિપ પ્રાગ્ટય કરી કાર્યકમ ખુલ્લો મુકવામાં આવ્યો બાદ સમૂહ ભોજન નુ આયોજન કરાયુ
જેમાં તોરી રામપુર ખાનખીજડીયા મોરવાડા અરજણસુખ અને અનીડા જ્ઞાતિ બંધુઓ નુ સ્નેહમીલન સાથે ભોજન. ભોજન નુ સ્થળ શ્રી સવાઆપા મદીર ખાખરીયા ગામે તા19/8/2024/ ને રાખવામા આવ્યુ હતું એ આયોજન કરવાનુ ખાનખીજડીયાથી શ્રી કેતનભાઈ ગીરધરભાઈ બોરીસાગર જે પહેલો વિચાર આવ્યો હતો એની સફળતા સવૅ રાજગોર ભાઈઓએ મદદરુપ તેમજ સાથ સહકાર આપી ને સગંઠનુ પ્રતીક દર્શાવ્યું અને આ એક નાના આયોજન થી શરુઆત કરી હતી
રાજગોર સમાજ ના આગેવાનો દ્વારા આવતાં વર્ષ 6 ગામ કરતા વધારે ગામડા મળીને સાથે સ્નેહમિલન ભોજન લેસે ત્યારે ૬ કરતા વધારે ગામડા ભેગા થાય એ માટે આગામી સમયમા એક મીટીંગ નુ આયોજન કરાસે જેમાં વધુમાં વધુ સમાજના લોકો એકત્રીત થાય અને એક સાથે ભોજન પ્રસાદ અને સ્નેહમિલન કરવાનું આયોજન થઈ રહ્યું છે
આ કાર્યક્રમ ને સફળ બનાવવાં કેતનભાઈ બોરીસાગર ખાન ખીજડીયા,અજયકુમાર તેરૈયા (તોરી) હાલ જુનાગઢ,ગુણવંત ભાઈ જોશી અનીડા, રાજેશભાઈ દવે રામપુર,વિમલ ભાઈ ચાઉ તોરી,રમેશભાઈ બોરીસાગર અરજણસુખ સહીત સમાજ ના આગેવાનો દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ હતું


