Gujarat

પાટણ જિલ્લાના સમી ખાતે શીતળા સાતમનો ભાતીગળ મેળો ભરાયો…ધાર્મિક માહોલ માં સામાજિક એકતા ના દર્શન

રિપોર્ટ પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

પાટણ જિલ્લાના સમી ખાતે શીતળા સાતમનો ભાતીગળ મેળો ભરાયો…ધાર્મિક માહોલ માં સામાજિક એકતા ના દર્શન

*મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેનાં ભાગરૂપે સમી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે..*

પાટણ જીલ્લા ના સમી ખાતે આવેલ મૂજપુરી દરવાજા વિસ્તારમાં આવેલ શીતળા માતાજી મંદિર ચોક માં શીતળા સાતમ નિમિતે ધાર્મિક શ્રદ્ધાળુઓ ભક્તજનો દ્વારા શીતળા સાતમ ના ગ્રામ જનો માતાજી ના નામે છઠના ઢોકળા નો પ્રસાદ બનાવી તેમજ સાતમ ના ચૂલા સળગાવવા નું બંધ રાખી ટાઢી સાતમ પાળે છે.આ નિમિતે ભાવિક ભક્તજન માતા ના મંદિરમાં આવેલ શીતળા માતાજી ની પ્રતિમા ને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શ્રૃંગાર કરી માતાજી ને નૈવેધ ઘી, ગોળ બાફેલા ઘઉં ના તોઠા નો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.
સનાતન ધર્મ ની પરંપરાને ઉજાગર કરતો આ ભાતીગળ મેળા ની એ વિશેષતા રહી છે કે સરકાર દ્વારા અસ્પૃશ્યતા મિટાવવા માટે અબજો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે તેમ છતાં જોઈ એ તેવા સામજિક સમરસતા ના પરિણામ મળી રહ્યા નથી તેવા સમયે સામાજિક સમરસતા નું ઉત્તમ ઉદાહરણ આ મંદિર થકી મળી રહ્યા છે.સમગ્ર વઢિયાર અને આજુબાજુ ના ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ માતાજી ના મંદિર દેવ ના દીધેલ બાળકો ની માનતા કરવા સાતમ નીમતે આવે છે.અહી માનતા કરવા આવનાર માતાજી ના મંદિર સાકર ગોળ ની તુલા કરી માતાજી ની માનતા પૂર્ણ કરે છે.અને માતાજી ના ચોકમાં દેશી ઢોલ ના તાલે સમગ્ર હિન્દુ સમાજ ની બેનો કોઈ પણ જાત ના જાતિ ભેદ ભૂલી ને માતાજી ની પાલખી માથે મૂકી ને ગરબે ઘુમી ને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે.મેળા માં કાયદો વ્યવસ્થા ના ભાગ રૂપે સમી પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.આ ધાર્મિક માહોલ માં સામાજિક એકતા ના દર્શન થી સૌ કોઈ ધન્યતા અનુભવે છે.

IMG-20240825-WA0052-0.jpg IMG-20240825-WA0051-1.jpg