ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે તળાવ ઓવરફલો થતા ગામલોકો માં ભય…
ચવેલી વડાવલી સહિત ના રસ્તા બંધ…
ગુજરાત રાજ્ય માં હવામાન વિભાગે કરેલી આગાહી ને પગલે છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે પાટણ જીલ્લા સહિત ચાણસ્મા તાલુકામાં પણ ત્રણ દિવસ થી વરસાદ વરસી રહ્યો હોવાથી ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે આવેલ તળાવ ઓવરફલો થતા પાણી ગામના રામજીમંદિર સુધી પહોંચી ગયા હતા તેમજ વધારાનું પાણી વડાવલી તરફ બનાવેલ રસ્તે પસાર થતા રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો
ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે આવેલ ચવેલી રોડ પર નું તળાવ સામાન્ય વરસાદ ને લીધે દર વર્ષે ઓવરફલો થાય છે ત્યારે હાલમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે તળાવ ઓવરફલો થતા ચવેલી તથા વડાવલી તરફ જતા રસ્તા બંધ થઈ ગયા હતા તદુપરાંત તળાવ નું પાણી ગામમાં આવેલ રામજી મંદિર સુધી પહોંચી ગયું હતું તેમજ પ્રાથમિક શાળા ની આગળ પણ પાણી ભરાઇ જવા પામ્યું છે.
( બોક્સ)
દર વર્ષે તળાવ ઓવરફલો થાય છે..
રણાસણ ગામે આવેલ તળાવ ની અંદર બારેમાસ નર્મદા નહેર નું પાણી ભરાઇ રહે છે તદુપરાંત બાજુમાં આવેલ રામપુરા ગામ ના તળાવ નું પણ વધારા નું પાણી પણ રણાસણ ના તળાવ મા આવતું હોવાથી તળાવ ઓવરફલો થાય છે..
( બોક્સ)
અંડર ગ્રાઉન્ડ લાઇન નખાય તો સમસ્યા હલ થાય..
ઓવરફલો થતા તળાવ નું પાણી વડાવલી તરફ થઈને ગામની સીમમાં આવેલ અળતણાના તળાવમાં જાય છે ત્યારે દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય જે નિકાલ લાવવા માટે અંડર ગ્રાઉન્ડ બે કિલોમીટર જેટલી લાઇન નાખવામાં આવે તો સમસ્યા હલ થઇ શકે છે તેમ પુર્વ સરપંચ જયંતિ ભાઇ પટેલે જણાવ્યું હતું..
( બોક્સ)
પાણી ન ઓછરે ત્યાં સુધી શાળા બંધ રાખવાની નોબત આવે છે …
તળાવ ઓવરફલો થતા ગામની અંદર આવેલ પ્રાથમિક શાળા પાસે જ પાણી ભરાઇ જતાં હોવાથી જ્યાં સુધી પાણી ન ઓછરે ત્યાં સુધી શાળા બંધ રાખવાની નોબત આવે છે..
( બોક્સ)
છ વર્ષ પહેલા તળાવ ઓવરફલો થતા ગામમાં પાણી ઘુસ્યા હતા..
અંદાજીત છ વર્ષ પહેલા પણ ભારે વરસાદ તથા વાવાઝોડા ને પગલે તળાવ ઓવરફલો થતા ગામમાં મોટા ભાગના વિસ્તારોમાં પાણી ઘુસતા જનજીવન ખોરવાયું હતું ત્યારે ફરીવાર તળાવ ઓવરફલો થતા ગામલોકો ને જુની યાદ આવતા ભયનો માહોલ ફેલાયો છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ, પાટણ




